Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

અપશબ્દ ધરાવતા ફેક વિડીયોને ટ્વીટ કરતા કોંગ્રેસી અર્જુન મોઢવાડિયા

ગઈકાલે બપોર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાટણની જાહેર સભાનો એક ફેક વિડીયો વાયરલ થયો હતો જેમાં વડાપ્રધાનના મોઢે અપશબ્દો મુકવામાં આવ્યા હતા. આ ભાષણ ગુજરાતીમાં હતું અને આ ફેક વિડીયો વાયરલ કરનારા વ્યક્તિઓ નોન ગુજરાતી હતી, તો ગુજરાતીઓ તરીકે દરેક ગુજરાતીની ફરજ બની જાય છે કે બિનગુજરાતીઓને સમજાવે કે આ વિડીયો ફેક છે, પરંતુ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ તો આ ફેક વિડીયોને જ સાચો કહીને તેને ટ્વીટ કરી દીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પાટણની સભામાં એમ કહ્યું કે આવનારું યુદ્ધ કદાચ પાણીને મામલે થશે તો આપણે અત્યારથી જ પાણી પહેલા પાળ કેમ ન બાંધીએ? હવે આ વાક્યમાં કેટલાક મોદી વિરોધીએ ફેક વિડીયોમાં જાણીજોઈને અપશબ્દ ઉમેરી ને વિડીયો વાયરલ કરી દીધો અને વડાપ્રધાન મોદી પર અપશબ્દ બોલવાનો આરોપ મૂક્યો.

ગુજરાતી હોવાને નાતે અર્જુન મોઢવાડિયાએ ઓફિશિયલ વિડીયો જોઇને પણ લોકોને સત્ય જણાવવાની જરૂર હતી તેને સ્થાને તેઓએ એ જ ફેક વિડીયો વધુ વાયરલ કરીને માત્ર ગુજરાતના સંતાન એવા વડાપ્રધાન મોદીનું જ નહીં પરંતુ, સમગ્ર ગુજરાતીઓનું અને ગરવી ગુજરાતની ગરવી ભાષા ગુજરાતીનું પણ અપમાન કર્યું છે.