Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

GMDCનું તોફાન પૂર્વયોજિત હતું: પાસ કન્વીનર દિલીપ સાબવાનો ધડાકો

GMDCનું તોફાન પૂર્વયોજિત હતું: પાસ કન્વીનર દિલીપ સાબવાનો ધડાકો

દિવસેને દિવસે હાર્દિક પટેલ અને તેના સાથીદારો પાટીદારો અને ગુજરાતની જનતા સામે ખુલ્લા પડતા જાય છે અને તેમની ઈમેજ સાવ તળીયે આવીને ઉભી રહી છે. એવામાં આજે  હમણાં થોડા સમય પહેલા પાસ કન્વીનર દિલીપ સાબવાએ હાર્દિક અને અન્ય પાસ નેતાઓની રહીસહી આબરૂ પર પણ પાણી ઢોળી દીધું છે.

પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સાબવાનો સહુથી મોટો આરોપ હતો કે 25 ઓગસ્ટ 2015ના દિવસે GMDC ગ્રાઉન્ડમાં સભા પત્યા પછી સાંજે જે કાઈ પણ થયું તે પૂર્વનિયોજીત કાવતરા અનુસારનું હુલ્લડ હતું. યાદ રહે આ જ હુલ્લડ બાદ ગુજરાતના ઠેકઠેકાણે હિંસા ફેલાઈ ગઈ હતી અને લગભગ 14 વર્ષ બાદ ગુજરાતમાં કર્ફ્યું લાગ્યો હતો. સાબવાના જણાવ્યા અનુસાર હાર્દિક પટેલ દ્વારા ગેરમાર્ગે દોરાઈ જનારા 3 હજાર આંદોલનકરીઓ બેઘર બન્યા છે.

પાટીદાર અનામત આંદોલનમાં કથિત નાણાંકીય ગેરરીતી પર સંકેત કરતા દિલીપ સાબવાએ જણાવ્યું હતું કે આ આંદોલનમાં કોઈ પ્રકારની ખોટ ન પડે તે માટે સમાજના ભલા માટે દરેક પાટીદારે પોતાનાથી બનતું આપ્યું હતું પરંતુ માત્ર 5 જણાએ આ મદદથી પોતાના ઘર ભર્યા હતા.

દિલીપ સાબવાએ નામ લઈને આરોપ મુક્યો હતો કે હાર્દિક પટેલ, લલિત કગથરા, કિરીટ પટેલ અને લલિત વસોયાએ સમાજને ગેરમાર્ગે દોર્યો છે. લલિત વસોયા પર આરોપ મુકતા સાબવાએ કહ્યું હતું કે તેમણે નાતુ ગાંડા નામના વ્યક્તિને ગુંડો બનાવીને અમારા પર હુમલો કરાવ્યો હતો.

પાસ કન્વીનરોને શરાબ અને શબાબમાં ડૂબાડીને તેમને સતત અંધકારમાં રાખ્યા હોવાનો આરોપ પણ સાબવાએ મૂક્યો હતો. અલ્પેશ કથીરિયા અંગે મોટો ખુલાસો કરતા સાબવાએ કહ્યું હતું કે સુરતમાં આંદોલનકારીઓને મદદ કરનાર તમામ મિત્રોએ દગો કર્યો છે. અલ્પેશ કથીરિયાને એક ખાસ કાવતરા હેઠળ ફસાવવામાં આવ્યો છે અને મને રિવોલ્વરથી ડરાવવામાં આવ્યો હતો.

હાર્દિકને સેક્સનો શોખીન ગણાવતા દિલીપ સાબવાએ કહ્યું હતું કે તેના મોબાઈલમાં અનેક સેક્સ વિડીયો હતા અને પોતે જે સેક્સ કૌભાંડમાં ફસાયો તેની ફરિયાદ ન કરવાનું ખુદ હાર્દિકે તેમને કહ્યું હતું.

કોંગ્રેસ પર હુમલો કરતા સાબવાએ કહ્યું હતું કે કોંગ્રેસ હવે એક ભૂતિયો બંગલો બની ગઈ છે અને તેણે જ અમને ફસાવ્યા છે. સોનિયા ગાંધીએ ખુદ કહ્યું હતું કે પાટીદારોની માંગણી ન સ્વીકારવાની હોય કારણકે તેઓ ભાજપને જ મત આપે છે.

આમ આ રીતે દિલીપ સાબવાએ હાર્દિક પટેલ આણી કંપની અને કોંગ્રેસને વધુ એકવાર ખુલ્લી પાડી દીધી છે.