Featured|દેશFeatured|ગુજરાત

રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉભા થયા; ઉમેદવારી પત્રની ચકાસણી મોકૂફ

ચોકીદાર ચોર હૈ બોલવું રાહુલને ભારે પડ્યું

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની લોકસભાની ચૂંટણી લડવા પર એક મોટું વિઘ્ન આવી પડ્યું છે. અમેઠીમાંથી રાહુલ ગાંધી વિરુદ્ધ લડી રહેલા એક અપક્ષ ઉમેદવાર રવિ પ્રકાશે રાહુલ ગાંધીની નાગરિકતા વિરુદ્ધ પ્રશ્ન ઉઠાવ્યો છે, ત્યારબાદ અમેઠીના રિટર્નીંગ ઓફિસરે રાહુલ ગાંધી અને તેના વકીલ પાસેથી આ અંગે ખુલાસો માંગ્યો હતો પરંતુ તેઓ કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા રિટર્નીંગ ઓફિસરે રાહુલ ગાંધીના ઉમેદવારી પત્રની ચકાસણી 22 એપ્રિલ સુધી મુલતવી રાખી છે.

આ ઉપરાંત એક સમાચાર એવા પણ છે કે રાહુલ ગાંધીએ વાયનાડમાં ભરેલા ઉમેદવારી પત્રમાં પોતાના નામ ઉપરાંત રાઉલ વિન્સી પણ લખ્યું છે.

આ મામલે પત્રકારો સમક્ષ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જી વી એલ નરસિમ્હા રાવે સવાલ કર્યો હતો કે રાહુલ ગાંધીએ 2004ની ચૂંટણીમાં પોતાના ડિક્લેરેશનમાં પોતે બ્રિટનની કંપની બેક ઓપ્સમાં રોકાણ કર્યું હોવાની માહિતી આપી હતી. બેક ઓપ્સના ડોક્યુમેન્ટ્સ તપાસતા તેમાં જાણવા મળ્યું હતું કે રાહુલ ગાંધીની નાગરિકતા બ્રિટીશ છે.

જી વી એલ નરસિમ્હા રાવે પ્રશ્ન કર્યો હતો કે જો રાહુલ ગાંધી બ્રિટીશ નાગરિક જ હોય તો તેમની ભારતીય નાગરિકતા ખતમ થઇ જાય છે.

અપક્ષ ઉમેદવાર રવિ પ્રકાશે એવો દાવો કર્યો હતો કે રોકાણ ઉપરાંત રાહુલ ગાંધીની શૈક્ષણિક લાયકાત ઉપર પણ ઘણી શંકાઓ છે અને આ અંગે તેમણે જાહેર કરેલી માહિતી સાચી નથી.

ચૂંટણી પંચે રાહુલ ગાંધીને હવે બે દિવસનો સમય આપ્યો છે જેમાં તેમણે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાનો છે.