Featured|ગુજરાતગુજરાત

કાલે ગુજરાતમાં વાગશે મોદી-શાહના પ્રચારનો ડંકો

પહેલા મતદાન, પછી જલપાન!- મોદી, શાહ

23મી એપ્રિલના થનારી 3જી તબક્કાની લોકસભાચૂંટણી માટે આવતીકાલે સાંજે 5 વાગે થઈ જશે ચુનાવ પ્રચારની દોડ સમાપ્ત. જેમાં દેશભરમાં કુલ 115 સીટો ઉપર મતદાન થવાનું  છે. ખાસ વાત તો એ છે કે, આ તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર મતદાન થવાનું છે.

પ્રચારના છેલ્લા દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવશે. તેઓ ગાંધીનગર લોકસભા સીટ પરથી પહેલીવાર લડી રહ્યા છે. જે અગાઉ ચુનાવમાં ભાજપ જોડે હતી. આજ બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી બાજપાઈ પણ લડીને લોકસભામાં ગયા છે.

અગાઉ અમિત શાહ એકવાર નામાંકન ભરવા અને બીજી વાર ગાંધીનગરના મત વિસ્તાર (કાલોલ) ખાતે તેમને રોડ-શૉ કર્યો હતો. જયારે કાલે અમિત શાહ પોતાના અંતિમ પ્રચાર માટે, સાણંદ ખાતે જનસંપર્ક યાત્રા કરશે.

આમ કાલે ગુજરાતમાં જામશે સ્ટાર પ્રચારકોનો માહોલ, એક તરફ અમિત શાહ તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છેલ્લા દિવસે પ્રચાર માટે ગુજરાત આવશે. વડાપ્રધાન મોદી કાલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, પાટણ ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે અને તેઓ પાટણના ભાજપ ઉમેદવાર લિલધરભાઈ માટે પ્રચાર કરશે.