Featured|દેશદેશ

400થી પણ વધુ સાહિત્યકારોએ નરેન્દ્ર મોદી અને ભાજપને મત આપવાની અપીલ કરી

400થી પણ વધુ સાહિત્યકારોએ નરેન્દ્ર મોદી અને ભાજપને મત આપવાની અપીલ કરી

થોડા દિવસો અગાઉ ફિલ્મ લેખકો અને અદાકારો દ્વારા હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મત આપવાની અપીલ કર્યા બાદ હવે 400થી પણ વધુ સાહિત્યકારોએ પણ આ જ પ્રકારની અપીલ કરી છે. આ સાહિત્યકારોમાં પ્રસિદ્ધ નામો જેવા કે નરેન્દ્ર કોહલી, ચિત્રા મુદગલ, સૂર્યકાંત બાલી પણ સામેલ છે.

ભારતીય સાહિત્યકાર સંગઠનના બેનર હેઠળ આ સાહિત્યકારોએ મતદાતાઓને અપીલ કરી છે કે તેઓ પોતાનો મત દેશની અખંડિતતા, સુરક્ષા, સ્વાભિમાન અને વિકાસને ચાલુ રાખવા માટે મત આપે. આ સાહિત્યકારોએ આપેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “ભારતીય લોકતંત્રમાં સંવિધાનનું મહત્ત્વ સર્વોપરી છે. આથી અમે સાહિત્યકારો દેશવાસીઓને અપીલ કરીએ છીએ કે આપ આપનો બહુમુલ્ય મત દેશની અખંડિતતા, સુરક્ષા, સ્વાભિમાન, સંપ્રભુતા, સાંપ્રદાયિક સદભાવ, સર્વાંગી વિકાસ વગેરે ને જાળવી રાખવા માટે આપો.”

આ નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયામાં દેશની પ્રતિષ્ઠા વધારનારા, રાષ્ટ્રીય સુરક્ષા પ્રતિ પ્રતિબદ્ધ અને છેવાડાના નાગરિક સુધી વિકાસની નવી ધારા પહોંચાડનારા નેતા કહેવામાં આવ્યા છે.