Featured|ગુજરાતગુજરાત

રાહુલ ગાંધી NYAY અંગે ખુલાસો કરે: પુરષોત્તમ રૂપાલા

કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ ગઈકાલે ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા માટે મોરબીમાં એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ સભામાં બોલતા રૂપાલાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સીધો સવાલ કર્યો હતો કે દેશના કરોડો ગરીબોમાંથી મહાગરીબ એને એમાં પણ 20% ગરીબોને તમારો પક્ષ દર વર્ષે 72,000 રૂપિયા આપવાની વાત કરે છે તે આ રૂપિયા તેઓ ક્યાંથી લાવશે તેનો ખુલાસો કરે.

પુરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ તથ્ય વિહોણા આરોપ મૂકવા બદલ ટીકા કરી હતી. રૂપાલાએ ઉમેર્યું હતું કે કોંગ્રેસને સરકારની ટીકા કરવાનો હક્ક છે પરંતુ તે ટીકામાં તથ્ય હોવું એટલું જ જરૂરી પણ છે.

સભા પત્યા બાદ પુરષોત્તમ રૂપાલાએ પત્રકારો સાથે અનૌપચારિક ચર્ચા કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની કામગીરી, પક્ષ પ્રમુખ અમિત શાહની આગેવાની તેમજ લોકોનો અદમ્ય ઉત્સાહ જોઇને તેમને લાગી રહ્યું છે કે આ વખતે પણ ગુજરાતની જનતાએ રાજ્યની તમામ 26 બેઠકો પર કભારતને ફરીથી જીત અપાવવાનું મન બનાવી લીધું છે.