Featured|ગુજરાતગુજરાતમનોરંજન

નવજોત સિદ્ધુને જડબેસલાક જવાબ આપતા નરેશ કનોડિયા

નવજોત સિદ્ધુને જડબેસલાક જવાબ આપતા નરેશ કનોડિયા

બે દિવસ અગાઉ કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મંત્રી એવા નવજોત સિંહ સિદ્ધુ અમદાવાદમાં પ્રચારાર્થે આવ્યા હતા. તેમની સભામાં તેમણે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બેફામ વાણીવિલાસ કર્યો હતો. નવજોત સિદ્ધુના આ પ્રકારના વાણીવિલાસ સામે ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા નરેશ કનોડિયા મેદાનમાં આવ્યા છે.

નરેશ કનોડિયાએ કહ્યું છે કે સિદ્ધુ હવે ક્રિકેટર મટીને એક કલાકાર પણ બન્યા છે કારણકે તેઓ ટીવી શોમાં આવતા હોય છે. આથી તેમણે કલાકારોને શોભે તેવી ભાષા વાપરવી જોઈએ. નરેશ કનોડિયાએ ઉમેર્યું હતું કે ફિલ્મોમાં જેમ હીરો ક્લાઈમેક્સમાં આવીને બધું સરખું કરી દેતો હોય છે એમ ચૂંટણીના પરિણામો આવશે ત્યારે સિદ્ધુ જેવા લોકોને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિષે અંદાજ આવી જશે.

નરેશ કનોડિયાએ સિદ્ધુને સાફ શબ્દોમાં કહ્યું હતું કે તે ખાય છે ભારતનું અને બોલે છે પાકિસ્તાનની તરફેણમાં એ ન ચાલે. અમદાવાદમાં નવજોત સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોર કહ્યા હતા તે અંગે નરેશ કનોડિયાએ કહ્યું હતું કે પરિણામો આવી જવા દો પછી ખબર પડશે કે કોણ ચોર છે અને કોણ ઘંટીચોર!