Featured|દેશદેશ

પશ્ચિમ બંગાળમાં હિંદુ મતદારોને મતદાન કરતા અટકાવ્યા

257views

પશ્ચિમ બંગાળના રાયગંજ લોકસભા બેઠક પર ગઈકાલે મતદાન કરવામાં આવ્યું હતું. અહીંના એક ગામડામાં લગભગ 600 જેટલા હિંદુઓ રહે છે અને આ ગામડામાં મુસ્લિમ બહુમતિ આવેલી છે. અહીંના હિંદુ મતદારોએ એવો આરોપ લગાવ્યો છે કે તેમને મતદાન કરતા રોકવામાં આવ્યા હતા. એક અંગ્રેજી ન્યૂઝ ચેનલે પ્રસારિત કરેલા સમાચારમાં આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો.

ન્યૂઝ ચેનલના રિપોર્ટરે સ્થાનિકોને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે પહેલા તો તેમને કેટલાક મુસ્લિમો દ્વારા મતદાન મથકે જતા જ અટકાવી દેવામાં આવ્યા હતા પરંતુ તેઓ ગમેતેમ કરીને જ્યારે મતદાન મથકે પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમના મત પહેલેથી જ અપાઈ ગયા છે. આટલું જ નહીં  અમુક મતદારોના તો વોટર આઈડી પણ ખેંચી લેવામાં આવ્યા હતા.

જ્યારે આ મતદારોને સવાલ કરવામાં આવ્યો કે તેમને શા માટે મતદાન કરતા રોકવામાં આવ્યા અને તેમને કોણે મતદાન કરતા રોક્યા તો સ્થાનિકોએ જણાવ્યું હતું કે હિંદુઓ ભાજપને મત આપશે એ ડરથી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમને મતદાન કરતા રોક્યા છે.

રાયગંજ બેઠક પર ભાજપના ઉમેદવાર દેબશ્રી ચૌધરીએ પ્રદેશ ભાજપને આ અંગે ફરિયાદ કરતા ભારતીય જનતા પાર્ટીએ કોલકાતામાં ચૂંટણી કમિશનને ફરિયાદ કરી છે. માત્ર ભાજપ જ નહીં પરંતુ અહીં CPIM તરફથી ચૂંટણી લડી રહેલા મોહમ્મદ સલીમના કાફલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.