Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

અમિત શાહ અને ભાજપની જ્વલંત સફળતા માટે મહિલાઓએ કર્યો અનોખો યજ્ઞ

અમિત શાહ અને ભાજપની જ્વલંત સફળતા માટે મહિલાઓએ કર્યો અનોખો યજ્ઞ

સમગ્ર ભારતમાં 17મી લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોર શોર થી ચાલી રહ્યો છે. ત્યારે 7 તબક્કામાં થનારી  આ ચૂંટણીઓ સંપન્ન થવામાં હજી મહિના જેટલો સમય બાકી રહી ગયો છે. પોતાની સફળતા અને પૂર્ણ બહુમતવાળી સરકાર બને તેના માટે દરેક પક્ષોએ પોતાના ઉમેદવારોને તેમજ સ્ટાર પ્રચારકોને પણ મેદાનમાં ઉતાર્યા છે. દરેક ઉમેદવારો માટે પાર્ટી તરફ થી અલગ અલગ પ્રયાસો પણ કરવામાં આવે છે કે, જેથી તેમના ઉમેદવારની જીત પાક્કી થઈ જાય.

ગુજરાતમાં, ગાંધીનગર બેઠક પર પહેલી વાર લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને જીતાડવા માટે, ભાજપ મહિલા મોરચા દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાનો એકત્ર થઈ અને ગાયત્રી માત્ર સાથે યજ્ઞ કરી અમિત શાહ અને કેન્દ્રમાં ભાજપની જીત થાય તે માટે આહુતિ આપવી હતી.

જેમાં ભાજપ મહિલા મોરચાના મહામંત્રી શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું કે, યજ્ઞથી આપણી આસપાસનું વાતાવરણ પવિત્ર થાય અને હું માનું છું કે, દેશની 50% મહિલાઓ તેમનો વોટ ભાજપ સરકારને  બનાવવા માટે આપે.

આપણે જણાવી દઈએ કે, 7 માંથી 2 તબક્કાનું મતદાન સમાપ્ત થઇ ગયું છે. જયારે 23મી તરીકે ત્રીજા તબક્કાનું મતદાન છે, જેમાં ગુજરાત ની 26 એ 26 બેઠકો સામેલ છે.