Featured|દેશદેશ

NYAY યોજના અંગે કોંગ્રેસને નોટીસ ફટકારતી અલ્હાબાદ હાઈકોર્ટ

કોંગ્રેસને જેના પર વિશ્વાસ ન હતો એ CBI અને તેના ભ્રષ્ટ અધિકારી માટે રાહુલ ગાંધીએ કેમ દેખાવો કર્યા,  જાણો શું છે સત્ય

કોંગ્રેસ અને તેના પ્રમુખ રાહુલ ગાંધી પોતાના ઘોષણાપત્રમાં આપેલા NYAYના વચન અંગે ગર્વ લે છે તે હવે તકલીફમાં આવી ગઈ છે. આજે અલ્હાબાદ હાઈકોર્ટે કોંગ્રેસને આ મામલે કારણ બતાઓ નોટીસ જારી કરી છે. આ નોટીસમાં કોંગ્રેસને પૂછવામાં આવ્યું છે કે તમારા આ વાયદાને ગરીબોને લાંચ આપીને મત મેળવવાની કોશિશ કેમ ન ગણવામાં આવે?

અલ્હાબાદ હાઈકોર્ટના વકીલ મોહિત કુમારે આ મામલે હાઈકોર્ટમાં એક જનહિત યાચિકા દાખલ કરી છે જેને સ્વીકારતા અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ગોવિંદ માથુર અને જસ્ટિસ એસ એમ શમશેરીએ આ નોટીસ જારી કરી છે. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું છે કે તમારા આ પ્રકારના પ્રયાસો બદલ તમારા પક્ષ પર પ્રતિબંધ કેમ ન મુકવામાં આવે.

વધારામાં હાઈકોર્ટે ભારતના ચૂંટણી પંચને પણ આ  મામલે નોટીસ ફટકારી છે. ચૂંટણી પંચ અને કોંગ્રેસ પાર્ટીએ બે સપ્તાહમાં અલ્હાબાદ હાઈકોર્ટને આ અંગે જવાબ આપવાનો રહેશે.

અલ્હાબાદ હાઈકોર્ટના આ ચૂકાદા બાદ કોંગ્રેસની તકલીફમાં વધારો થઇ શકે તેમ છે. કારણકે તેણે હોંશે હોંશે આ વચનનો ભરપૂર પ્રચાર કરી દીધો છે અને હવે જો અલ્હાબાદ હાઈકોર્ટ તેના પર પગલાં લે તો પણ તેને તકલીફ પડશે અને જો કોર્ટ તેને આ વચન પરત લઇ લેવાનો આદેશ આપશે તો મતદારોમાં તેની ઈમેજ ખરાબ થશે અને તે રહ્યો સહ્યો વિશ્વાસ પણ ગુમાવી બેસશે.