Featured|ગુજરાતગુજરાત

પૈસા લેજો અને પોટલી લેજો પણ મત કોંગ્રેસને આપજો: ધાનેરાના કોંગ્રેસી ધારાસભ્ય

પૈસા લેજો અને પોટલી લેજો પણ મત કોંગ્રેસને આપજો: ધાનેરાના કોંગ્રેસી ધારાસભ્ય

મત મેળવવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેટલા ઘાંઘા થયા છે તેનું એક ઉદાહરણ આજે ધાનેરામાં જોવા મળ્યું છે. અહીંના ધારાસભ્ય નાથાભાઈ પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઇ ભટોળ માટે એક સભામાં સંબોધન કરી રહ્યા હતા.

આ સભામાં ઉમેદવાર પરથી ભટોળની સામેજ નાથાભાઈએ લોકોને કહ્યું હતું કે તમે પોટલી લેજો (એટલેકે દારૂ) અને પૈસા પણ લેજો પણ મત કોંગ્રેસને જ આપજો. જ્યારે નાથાભાઈ પટેલ આમ બોલી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો પોતાના મોબાઈલમાં તેમનો વિડીયો પણ ઉતારી રહ્યા હતા અને હવે આ વિડીયો વાયરલ થઇ ગયો છે.

ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતા અનુસાર કોઇપણ મતદારને કોઇપણ પ્રકારના લોભ અથવાતો લાલચ આપ્યા વગર જ મતની માંગણી કરી શકાય છે. પરંતુ અહી તો ધારાસભ્ય જેવા જવાબદાર હોદ્દો ધરાવતા નાથાભાઈ પટેલે જ લોકોને સામેથી પૈસા અને દારૂ લઇ જવા અને મતદાન કોંગ્રેસ તરફી કરવાની સલાહ આપી હતી જેનો સીધો મતલબ છે કે કોંગ્રેસને હવે લોભ લાલચ આપ્યા સિવાય જીતવાનો અન્ય કોઈ માર્ગ દેખાતો નથી.

પરંતુ પ્રજા બધું જ જુએ છે અને સમજે છે સમય આવ્યો છે કે કોંગ્રેસ હવે સમજે અને આ પ્રકારના નિમ્ન સ્તરના પ્રચાર પર લગામ લગાવે.