Featured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

પાટણમાં પ્રચાર કરતા સ્મૃતિ ઈરાનીએ રાહુલની આકરી ટીકા કરી

અમેઠીમાં રાહુલ માટે આ વખતે કેમ કપરાં ચઢાણ?

ગુજરાતમાં 17મી લોકસભામાં માત્ર ચાર જ દિવસો બાકી રહ્યા છે, ચુનાવ પ્રચાર માટે. ત્યારે કેન્દ્રીય મંત્રી અને અમેઠીના ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ આજે પાટણના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે પ્રચાર કરતી વખતે કોંગ્રેસના અઘ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.

પાટણના લોકસભા બેઠક માટે યોજાયેલી સભામાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, જે અમેઠીના સાંસદ 15 વર્ષમાં ના કરી શક્યા તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 વર્ષમાં કરી બતાવ્યું. જેમકે, 1.5 લાખ લોકોને પોતાના ઘરમાં શોચાલય મળ્યા છે. અને મને આજે મહિલા કાર્યકર્તા તરીકે કહેતા આ વાતનું ગર્વ છે. રાહુલની આકરી ટીકા કરતા સ્મૃતિ ઈરાનીએ એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધી એવા વક્તિ છે જે પાંચ વર્ષમાં ખાલી એક વાર ફક્ત ફોર્મ જ ભરવા અમેઠી આવે છે.

વધુમાં સ્મૃતિ ઈરાનીએ વડાપ્રધાનની પ્રશંસા કરતા કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં નરેન્દ્ર મોદીજીએ વિકાસ જ કર્યો છે. તેના લીધે ગરીબો સ્વીકારે છે કે, તેમનું દુઃખ વડાપ્રધાન મોદી જ સમજી શકે છે. તેમને ગરીબ માતાઓના ઘરે 7.5 કરોડ સુધી ગેસનો ચૂલો પહોંચાડ્યો છે. ગરીબોના બેન્ક ખાતાઓ પણ ખોલાવ્યા છે.