Featured|દેશદેશ

ખોટા ગુનામાં ફસાવીને પોતાના પર થયેલા અત્યાચારને યાદ કરતા સાધ્વી પ્રજ્ઞા

ખોટા ગુનામાં ફસાવીને પોતાના પર થયેલા અત્યાચારને યાદ કરતા સાધ્વી પ્રજ્ઞા

ગઈકાલે જ જેમનું નામ ભોપાલ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું તે સાધ્વી પ્રજ્ઞાએ આજે ભોપાલમાં પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. સાધ્વી પ્રજ્ઞાને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ સામે ભારતીય જનતા પાર્ટીએ ટીકીટ આપી છે.

આ એજ દિગ્વિજય સિંહ છે જેમણે માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ બાદહિંદુ આતંકવાદ નામનો શબ્દ ઉભો કર્યો હતો અને તે સમયની કેન્દ્ર સરકારે સાધ્વી પ્રજ્ઞા ઉપરાંત અનેક હિંદુ સંતો અને હિંદુવાદી નેતાઓને આ બ્લાસ્ટના કાવતરામાં જેલમાં પૂર્યા હતા. છેવટે આ તમામને કોર્ટે નિર્દોષ મુક્ત કર્યા હતા.

પોતાના જેલના દિવસોને  યાદ કરતા આજે પાર્ટી કાર્યકર્તાઓ સમક્ષ સાધ્વી પ્રજ્ઞા ભાવુક થઇ ગયા હતા. તેમણે કહ્યું હતું કે જેલમાં એમને રાત-દિવસ માર મારવામાં આવતો હતો અને એ પણ પોલીસ જે મજબૂત અને ભારેખમ પટ્ટો પહેરે છે તેનાથી. સાધ્વી પ્રજ્ઞા એ ઘટનાને યાદ કરતા રડી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે અધિકારીઓ તેમની સાથે સતત ગેરવર્તન કરતા હતા અને તેમને અપશબ્દો પણ કહેતા હતા. અધિકારોની ડ્યુટી બદલાતી રહેતી પરંતુ માર ખાનારી હું એકલી જ રહેતી.