Featured|દેશદેશ

ઈલેક્શન કમિશને કોંગ્રેસની ચુનાવી જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો

રફેલ અંગે રાહુલ ગાંધીનું વધુ એક જુઠ્ઠાણું પકડાઈ ગયું

મધ્ય પ્રદેશના ઈલેક્શન કમિશને કોંગ્રેસની બહુચર્ચિત ચોકીદાર ચોર હૈ ની જાહેરાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતીય જનતા પાર્ટીના મધ્ય પ્રદેશ એકમે ચૂંટણી પંચ સમક્ષ આ જાહેરાત વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોતાની ફરિયાદમાં પાર્ટીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતા અનુસાર કોઇપણ વ્યક્તિ ઉપર અંગત આક્ષેપો ન કરવા જોઈએ. આ ઉપરાંત આ પ્રકારની જાહેરાત વડાપ્રધાન પદના સન્માન અને ગરિમાને પણ ઠેસ પહોંચાડે છે.

કોંગ્રેસ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આ જાહેરાત વડાપ્રધાન વિરુદ્ધ નથી અને તેમની એમ કરવાની  કોઈ ભાવના પણ નથી. આ દલીલ સામે ચૂંટણી પંચના અધિકારીએ કોંગ્રેસના પ્રતિનિધિને પૂછ્યું હતું કે તો પછી આ પ્રકારની જાહેરાત પાછળ તેમનો હેતુ શો છે એ સમજાવો. જવાબમાં કોંગ્રેસના પ્રતિનિધિ કોઈજ જવાબ આપી શક્યા ન હતા.

પરિણામે ચૂંટણી પંચે કોંગ્રેસની આ અપમાનજનક જાહેરાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પ્રતિબંધ ભલે મધ્ય પ્રદેશના ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવ્યો હોય પરંતુ તેનો અમલ સમગ્ર દેશમાં કરવાનો હોય છે કારણકે તે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકાર હેઠળ જ કાર્ય કરતું હોય છે.