Featured|દેશદેશ

રાહુલ ગાંધી એટલે ખૂટે નહીં તેટલી બાલીશતા: પૂર્વ વિદેશમંત્રી

રાહુલ ગાંધી એટલે ખૂટે નહીં તેટલી બાલીશતા: પૂર્વ વિદેશમંત્રી

ભારતના પૂર્વ વિદેશમંત્રી એસ એમ ક્રિશ્નાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું છે કે પહેલીવાર ભારતને એવો વડાપ્રધાન મળ્યો છે કે જેણે ભારતનું નામ વિશ્વસ્તરે આટલું ઊંચું કર્યું હોય. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી પોતાનું કુટુંબ ધરાવતા નથી અને દિવસના 18 કલાક માટે દેશના ભલા માટે જ કામ કરે છે જે એક અભૂતપૂર્વ ઘટના કહી શકાય તેમ ક્રિશ્નાએ ઉમેર્યું હતું.

રાહુલ ગાંધી અંગે પૂછાયેલા સવાલના જવાબમાં એસ એમ ક્રિશ્નાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી એટલે અખૂટ બાલીશતા. તેમને રાજકારણમાં કોઈજ ગતાગમ પડતી નથી. તેમણે ખરેખર તો રાજકારણના પાઠ પઢવા જોઈએ અને પછી રાજકારણમાં સક્રિય થવું જોઈએ.

રફેલ મામલે સુપ્રિમ કોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીની ટીપ્પણી અંગે ક્રિશ્નાએ કહ્યું હતું કે તેઓ બિલકુલ પણ સિરિયસ નથી તેઓ વગર વિચારે તરત જ પોતાનું મંતવ્ય આપી દેતા હોય છે જેને કારણે તેઓ આ પ્રકારે વિવાદમાં ફસાયા છે.

કોંગ્રેસ વિષે એસ એમ ક્રિશ્નાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ માત્ર વંશવાદ પર ચાલે છે અને અહીં કુશળ વ્યક્તિઓ માટે કોઈજ સ્થાન નથી. ક્રિશ્નાએ જનતાને ભારતીય જનતા પાર્ટીને જ મત આપવાની અપીલ કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ જ ભાજપ દેશને વધુ પાંચ વર્ષ માટે સ્થિર, મજબૂત અને નિર્ણાયક સરકાર આપી શકશે.