Featured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

‘બધા જ મોદી ચોર હોય છે’ કહીને રાહુલ ગાંધી ફસાયા

2019 લોકસભાની ચૂંટણીનો પ્રારંભ તો થઇ ગયો છે. પણ રાજનેતાઓ એક બીજા પર અપશબ્દો ફેકવા માંથી ઉંચા નથી આવતા ખાસકરીને કોંગ્રેસ અને મહાગઠબંધનના. બેફામ નિવેદનો અંગે ચૂંટણી પંચ દ્વારા લગામ કસવામાં આવી હોવા છતાં નવજોત સિંગ સિદ્ધુ જેવા કોંગ્રેસી નેતાઓ વધુને વધુ બેફામ બની રહ્યા છે.

તો બીજે તરફ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ પ્રકારના નિવેદનો આપવામાંથી દૂર નથી રહ્યા. તેનું કારણ છે કે, રાહુલે તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન “બધા મોદી ચોર છે” એવું નિવેદન આપ્યું હતું. જેના કારણે એક બાજુ બિહારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુશીલ કુમાર મોદીએ રાહુલ ગાંધી ઉપર માનહાની નો કેશ દર્જ કરાવ્યો છે તો બીજી તરફ સુરત શહેરના પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો કેસ સુરત કોર્ટમાં દાખલ કર્યો છે.

શું બોલ્યા હતા રાહુલ ગાંધી?

ધારાસભ્ય પૂર્ણેશ મોદીનું કેહવું છે કે, રાહુલ ગાંધીએ તરીકે 13 એપ્રિલના સભામાં કરેલા ભાષણ જેમાં તેમણે કહ્યું હતું કીધું હતું કે, બધાજ ચોરોના ઉપનામ ‘મોદી’ કેમ હોય છે ? બસ આ નિવેદનથી મોદી સમાજની બદનામી થઈ હોવાની લાગણી  સુરતના મોદી સમાજને થઇ  છે.

આ મામલે સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે પૂર્ણેશ મોદીની અરજી સ્વીકારી લીધી છે અને આ મામલાની સુનાવણી આગામી  22મી એ નક્કી કરવામાં આવી છે.

ગત વિધાનસભાની ચૂંટણીઓમાં પૂર્ણેશ મોદી રેકોર્ડ 66,000 જેટલા માર્જીનથી જીતી ગયા હતા તે હકીકત પણ અહીં નોંધવી જોઈએ.