Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

સરકારના આકરા પગલાઓને લીધે આતંકવાદીઓમાં ડર છે: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી માટે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે તેઓએ સુરેન્દ્રનગર ખાતે સભા સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોને સંબોધતા તેઓએ ભારત સરકારે દેશ હિત માટે ઉઠાવેલા પગલાઓની વાત કરી હતી તથા તેઓ જ્યારે ગુજરાતની મુખ્યમંત્રી હતા તે દિવસોને પણ યાદ કર્યા હતા. સભા દરમિયાન તેઓએ જણાવ્યું કે ભારત સરકારની નિતી એ દેશને એક નવી દિશા આપી  છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસને આડે હાથ લિધી હતી. જેમા તેઓએ કોગ્રેસ પર આકરા પ્રહારો કર્યા કે, 2004 થી લઇને 2014 સુધી જે સમયગાળામાં કોગ્રેસ સત્તામાં રહતી તે સમયે કોંગ્રેસે ગુજરાતના લોકો અને ગુજરાતની જનતા સાથે અન્યા કરવાનો કોઇ મોકો છોડ્યો નથી. તેણે હંમેશા ગુજરાતને કઇ રીતે નુકશાન થાય અને કઇ રીતે ગુજરાતીઓ હેરાન થાય તે પ્રકારના કામો અને નિર્ણયો લીધા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ સરકાર આતંકવાદીઓ અને પાકિસ્તાનથી ડરતી હતી પરતું મોદી સરકારના કડક વલણના કારણે હવે આતંકવાદીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને આ આતંકવાદીઓમાં ભય જોવા મળવાનું જો કોઇ કારણ હોય તે આપણી સેનાનું પરાક્રમ છે.

કોંગ્રેસ દ્વારા ચોકીદાર પર અનેક વખત કાદવ ઉછાળવામાં આવે છે પરંતુ તેઓને ખબર નથી કે તેઓ જેટલું કાદવ ઉછાળ તેટલા જ વધુ કમળ ખિલવાના છે.  સાથે જ તેઓએ દેશના મધ્યમ વર્ગનો આભાર માન્યો હતો. તેઓએ મધ્યમ વિશે જણાવ્યું કે દેશના વિકાસમાં જો કોઇ વર્ગનો સૌથી મોટો ફાળો હોય તો તે મધ્યમ વર્ગના લોકોનો છે.