Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

કોંગ્રેસ હવનમાં હાડકાં નાખવાનું કાર્ય કરે છે: નરેન્દ્ર મોદી

કોંગ્રેસે હંમેશા સરદાર વલ્લભભાઇ પટેલ સાથે અપમાન કર્યું છે. કોંગ્રેસને ખબર નહિ કેમ ગુજરાત પ્રત્યે કેમ આટલી નફરત છે. સાથે જ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઘોષણા પત્રને પણ આડે હાથે લીધુ હતું.  જેમાં કોંગ્રેસના ઘોષણા પત્રને ઢકોસલા પત્ર તરીકે ગણાવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદની ધરતી વિષે જણાવ્યું કે, આ એ ધરતી છે કે જ્યા સરદાર સાહેબે શિક્ષણ મેળવ્યું હતું. આ શ્વેતક્રાન્તિ વાળી ભુમી છે. વડાપ્રધાને જણાવ્યું કે, કોંગ્રેસે પોતાના ઢકોસલા પત્રમાં આતંકવાદને પ્રોત્સાહન મળે તે માટેના નિયમો બનાવવાની વાતો કરી છે. જ્યારે બીજી તરફ  મોદી સરકારે લોકોના હિતની વાત કરી છે.

દેશનો વિકાસ કઇ રીતે થઇ શકે તથા દેશની સુરક્ષા માટે કેવા પ્રકારના પગલા જરૂરી છે તે તમામ  પ્રકારના જો કોઇ સરકાર પગલા ઉઠવતી હોય તો તે માત્રને માત્ર મોદી સરકાર છે. સાથે જ બે દસકાઓથી કોંગ્રેસે મોદીને ગાળો અપવાનું કામ કર્યું છે. અને જ્યારથી કોંગ્રેસ સત્તામાં હતી ત્યારથી તેણે નોટો વાળી મલાઇ ખાધી છે. અને હવે તેઓની મલાઇ મળવાની બંધ થઇ જાય છે ત્યારે મોદીને ગાળ આપીને પોતાની ભડાસ નિકાળે છે.

કોંગ્રેસના નેતાઓની ભષ્ટાચારની ચરબી વધી ગઇ હોવા છતા તેઓની ભુખ સંતોષાતી નથી.  સાથે જ જ્યારે જ્યારે કોંગ્રેસ આવે છે તેની સાથે સાથે ગરીબી અને મોંધવારી આવે છે. સાથે જ જ્યારે હું ભારતની સેવા કરવાનો પ્રયત્ન કરૂ ત્યારે કોંગ્રેસ તેમાં હાડકા નાખવાનું કામ કરે છે. અને કોંગ્રેસના ઢકોસલા પત્રમાં મધ્યમ વર્ગના વિકાસ માટે એક વાત પણ નથી કરવામાં આવી. જ્યારે વડા પ્રધાન મોદીએ મધ્યમ વર્ગના વિકાસ માટે 5 લાખની આવક સુધી ટેક્સમાં પણ છૂટ આપી છે.