Featured|દેશદેશ

પ્રતિબંધ દૂર નહીં થાય: સુપ્રિમ કોર્ટે માયાવતીને રોકડું પરખાવ્યું

માયાવતીએ ખુલ્લેઆમ મુસ્લિમોને મહાગઠબંધનને મત આપવા કહ્યું

અલગ અલગ પાર્ટીઓના આગેવાનો પર ચૂંટણી પંચે અલગ અલગ કારણોસર અમુક કલાક પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી સિવાય બધા જ આગેવાનો તેમજ પાર્ટીઓએ પંચના આ નિર્ણયને સ્વીકારી લીધો હતો. પરંતુ માયાવતીએ તો ઉલટું આ આખા મામલાનું ઠીકરું ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર ફોડ્યું હતું.

માયાવતીએ ચૂંટણી પંચે આ કાર્યવાહી ભાજપ, મોદી અને શાહના ઈશારે કરી હોવા જેવો વાહિયાત આરોપ પણ મૂકી દીધો હતો. માયાવતી તો પંચના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં પણ ગયા  હતા કારણકે આજે તેમની ઉત્તર પ્રદેશમાં એક જાહેરસભા હતી. પરંતુ અહીં પણ માયાવતીને નિરાશા જ સાંપડી હતી.

સુપ્રિમ કોર્ટે માયાવતીની અરજી સાંભળવાનો જ ઇનકાર કરી દેતા ચૂંટણી પંચનો નિર્ણય યોગ્ય જ  હોવાનું ઠરાવ્યું હતું. આમ માયાવતીને હવે આજે સવારે 6 વાગ્યાથી શરુ થયેલા પ્રચાર પ્રતિબંધને માનવા સિવાય બીજો કોઈજ રસ્તો બચ્યો નથી.