Featured|ગુજરાતગુજરાત

પરથી ભટોળની હાજરીમાં શંકર ચૌધરીના કોંગ્રેસ પર ચાબખા

પરથી ભટોળની હાજરીમાં શંકર ચૌધરીના કોંગ્રેસ પર ચાબખા

જ્યારે કોઈ રાજકીય સંમેલનમાં બે રાજકીય પ્રતિસ્પર્ધી ભેગા થઇ જાય ત્યારે તણખા ઝરે જ અને આવા જ એક સંમેલનમાં બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા શંકર ચૌધરીએ કોંગ્રેસની આકરી ટીકા કરી હતી.

પરથી ભટોળની હાજરીમાં શંકર ચૌધરીના કોંગ્રેસ પર ચાબખા

શંકર ચૌધરીએ એ જમાનો યાદ દેવડાવ્યો હતો જ્યારે કોંગ્રેસના રાજમાં ખેડૂતોએ મજબૂરીમાં વીજળી મેળવવા બુસ્ટર લગાડવા પડતા હતા જેને લીધે છેવટનો ખેડૂત વીજળી વગરનો રહી જતો. ઈલેક્ટ્રીસિટીની DP બળી જાય તો ખેડૂતને દોઢથી બે મહિના નવી DPની રાહ જોવી પડતી. આટલું જ નહીં ઓછી વીજળીને લીધે ખેડૂત વીજ ચોરી કરવા માટે પણ મજબૂર બની જતો. શંકર ચૌધરીએ હાજર જનતાને વિનંતી કરી હતી કે તેઓ એ દિવસ પરત ન લાવે અને આથી જ નરેન્દ્ર મોદીને મત આપે.

આ ઉપરાંત શંકર ચૌધરીના જણાવ્યા અનુસાર અગાઉ જ્યારે બનાસકાંઠા જીલ્લામાં દુષ્કાળ ન પડતો ત્યારે પણ પાણી ઊંડું જતું રહેતું. એક પણ કોંગ્રેસી સરકારે આ અંગે કોઈજ પગલાં નહોતા લીધા પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે સુજલામ સુફલામ યોજના લાગુ કરી, નર્મદાના પાણી છેક બનાસકાંઠા સુધી લાવીને પાણીના તળ ઊંચા લાવવાનું કાર્ય કર્યું છે.

શંકર ચૌધરીએ પરથી ભટોળ પર આડકતરો હુમલો કરતા કહ્યું હતું કે બનાસકાંઠાની જનતા ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલને જીતાડે કારણકે એવો ઉમેદવાર જે કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે ત્યારે સરકાર તેનું સાંભળતી નથી એવું બહાનું બતાવીને પ્રજાનું કાર્ય નહીં કરે. આથી પરબતભાઈને ચૂંટી અને બનાસકાંઠાની જનતા નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરે.