Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

મારું સમર્થન ભાજપને: રવિન્દ્ર જાડેજા

મારું સમર્થન ભાજપને: રવિન્દ્ર જાડેજા

લોકપ્રિય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ આવનારી લોકસભાની ચૂંટણીઓમાં પોતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે તેવી જાહેરાત કરી દીધી છે. ગઈકાલે એક ટ્વીટમાં રવિન્દ્ર જાડેજાએ આ પ્રકારે જાહેરાત કરી હતી. પોતાની આ ટ્વીટમાં જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા હતા જ્યારે તેમણે તેમના પત્ની રિવાબા જાડેજાના નામનો તેમણે હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.

રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા લગભગ એક મહિના અગાઉ જ ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા છે. રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજાનો સંબંધ જામનગર સાથે છે અને રવિન્દ્ર જાડેજા સૌરાષ્ટ્રની ટીમ માટે ફર્સ્ટ  ક્લાસ ક્રિકેટ રમે છે. ટેસ્ટ ક્રિકેટ અને વનડે ક્રિકેટ તેમજ IPLમાં રવિન્દ્ર જાડેજાની ઓળખ એક ઓલ રાઉન્ડરની છે. ગઈકાલે જાહેર થયેલી આવનારા ક્રિકેટ વર્લ્ડ કપની ટીમમાં પણ રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રવિન્દ્ર જાડેજા જેવા અત્યંત લોકપ્રિય ક્રિકેટરનું આ રીતે ભારતીય જનતા પાર્ટીને જાહેરમાં સમર્થન આપવું એ  જામનગર લોકસભાની ચૂંટણીમાં તેમજ ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે આનંદના સમાચાર છે અને તેમને માટે આ જાહેરાત પ્રોત્સાહન પણ પૂરું પાડશે. રિવાબા જાડેજા પહેલેથી જ જામનગર લોકસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચારમાં કાર્યરત થઇ ગયા છે.