Featured|ગુજરાતગુજરાત

ખેડૂતોના હિતમાં નિર્ણયો લેતી ભાજપ ની કેન્દ્ર અને રાજ્ય સરકારો

ગુજરાત સરકાર મકરસંક્રાંતિના દિવસથી સવર્ણોને 10% અનામતનો લાભ આપવાની શરૂઆત કરશે, શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે કરી મહત્વની જાહેરાત

ખેડૂતોના હિત માટે  શ્રી નરેન્દ્રભાઈના  નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને  શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર  દ્વારા ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. જેની નોંધ આપણે બધા નાગરિકોએ ખાસ લેવી જોઈએ.

 • વર્ષ 1995માં ગુજરાતનું કૃષિ ઉત્પાદન માત્ર 13491 કરોડ હતું જેમાં સાડા બાર ગણો વધારો થઈને આજે તે 1,68,433 કરોડ ઉપર પહોંચ્યું છે.
 • 1980 થી 2014ના 34 વર્ષ દરમિયાન માત્ર 1200 કરોડ રકમની ટેકાના ભાવે ખેત-ઉત્પાદનોની ખરીદી કરવામાં આવી હતી જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતહિતલક્ષી ભાજપા સરકાર દ્વારા 8500 કરોડ જેટલી રકમના ટેકાના ભાવે મગફળી, કપાસ, તુવેર, જુવાર,બાજરી ડાંગર, કઠોળ જેવા તમામ ખેત-ઉત્પાદનો ની ખરીદી કરવામાં આવી છે.
 • યુપીએના શાસનકાળમાં 2008માં ગુજરાતમાં માડ 1450 કરોડ રૂપિયાની ખેડૂતોના દેવાની રકમની માફી આપવામાં આવી હતી.જેનો લાભ ગુજરાતમાં માત્ર 15થી 20 ટકા જેટલા ખેડૂતોને જ મળ્યો હતો.
 • જ્યારે છેલ્લા એક જ વર્ષમાં અસરગ્રસ્ત વિસ્તારના 17 લાખ ઉપરાંત ખેડૂત પરિવારોને પ્રતિ હેકટર દીઠ 6300 રૂપિયા લેખે 1750 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. આ એ ખેડૂતો છે કે જે રાજ્યના 96 અસરગ્રસ્ત તાલુકા જાહેર થયા છે તેમાં વસવાટ કરી રહ્યા છે અને તેમને આ સહાયનો લાભ મળ્યો છે.
 • પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી કિસાન યોજના તરીકે આપણે ઓળખીએ છીએ તેમાં 50 લાખથી વધુ ખેડૂતો પરિવારોને 3000 કરોડ કરતા વધુ રકમ આ વર્ષે મળનાર છે.
 • 2008માં UPA સરકારના સમયમાં સમગ્ર દેશમાં ખેડૂતોને માથે 7.30 લાખ કરોડનું દેવું હતું કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરાના વાયદામાં 2009માં 73 હજાર કરોડનું ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી હતી. જેનો લાભ અગાઉ જણાવ્યા મુજબ ગુજરાતમાં માત્ર 15 થી 20 ટકા ખેડૂતોને મળ્યો હતો અને માફીની રકમ માત્ર 1450 કરોડ રૂપિયા હતી.
 • કોંગ્રેસે ખેડૂતોના દેવા માફીની માત્ર વાતો જ કરી છે.પંજાબમાં માત્ર 4.44 લાખ ખેડૂતોને 1,719 કરોડ, કર્ણાટકમાં 1.48 લાખ ખેડૂતોને માત્ર 791 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. મધ્યપ્રદેશમાં કુલ 98 લાખ ખેડૂતોમાંથી માત્ર 18 લાખ ખેડૂતોને દેવા માફી નો લાભ મળ્યો છે અને બાકીના 80 ટકા ખેડૂતો દેવાની માફીના લાભથી વંચિત રહ્યા છે મધ્યપ્રદેશમાં કુલ 75 હજાર 823 કરોડ ના ખેડૂતોના દેવા સામે માત્ર 5600 કરોડનું ટૂંકાગાળાનું દેવું ખેડૂતો માટે માફ કરીને કોંગ્રેસની કમલનાથ સરકારે ખેડૂતોનો મોટો  દ્રોહ કર્યો છે
 • બે દાયકા પહેલા ગુજરાતના ખેડૂતો 16 ટકાના દરે પાક ધિરાણ મેળવતા હતા આ સંવેદનશીલ સરકારે ખેડૂતોને શૂન્ય ટકાના દરે ધિરાણ આપવાનું ક્રાંતિકારી પગલું ભર્યું છે. હમણાં જ દોઢ વર્ષ પહેલાં રાજ્યના અંદાજે 6 લાખ 74 હજાર વીજ ગ્રાહકો પાસેથી વીજ બિલની બાકી નીકળતી 691 કરોડની રકમ ભરવામાંથી ગુજરાત સરકારે મુક્તિ આપીને ગરીબ અને મધ્યમ વર્ગના ખાસ કરીને ગ્રામીણ ખેડૂતોને મહત્તમ લાભ અપાવ્યો છે.
 • છેલ્લા બે દાયકાથી ગુજરાતનો કૃષિ વિકાસ દર સરેરાશ 10 ટકાની ઉપર રહયો છે, જે એક સિદ્ધિ છે.
 • બે દાયકા પહેલા કોંગ્રેસના શાસનકાળમાં માંડ પાંચ-પાંચ વર્ષે ખેડૂતોને અડધીપડધી પાક વીમાની રકમ મળતી હતી. ભાજપાની ગુજરાત અને કેન્દ્ર સરકારના પ્રયત્નોથી આ વર્ષે ગુજરાત સરકાર ખેડૂતોને પાક વીમાની રુપિયા 2700 કરોડની રકમ ચૂકવી શકી છે.
 • ખેડૂતોએ પરિશ્રમથી પકવેલા પાકને રક્ષણ આપવા માટે કાંટાના તાર વાળી 13 લાખ 50 હજાર મીટર વાડ પણ ભાજપા સરકારે બનાવી છે.
 • 1995માં માત્ર 35 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીની સિંચાઇ ની સગવડ હતી અત્યારે 71 લાખ હેક્ટરમાં સિંચાઇની સગવડ ઉપલબ્ધ થઈ છે. સામાન્ય રીતે 125 મિલી કે તેથી ઓછો વરસાદ પડે તો જ તાલુકા ને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે છે.. આ વર્ષે 400 મિલી મીટર સુધી વરસાદ પડ્યો હોય તેવા તમામ અસરગ્રસ્ત તાલુકાઓ ને અછતગ્રસ્ત જાહેર કરવાનો ઐતિહાસિક નિર્ણય ભાજપા સરકારે કર્યો છે.
 • અગાઉ જાન્યુઆરી મહિનામાં અછત જાહેર કરવામાં આવતી જ્યારે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ કચ્છ ને અસરગ્રસ્ત જાહેર કરવાનો સમયોચિત નિર્ણય ભાજપા સરકારે લીધો છે.
 • ગૌશાળા અને પાંજરાપોળ માં આશરો લેતા પશુઓ માટે પશુ દીઠ રૂપિયા 25 ઘાસચારા માટેની રકમ પ્રતિદીન આપવામાં આવતી હતી જે વધારીને પ્રતિદિન 35 રૂપિયા આપવા ભાજપા સરકારે નક્કી કર્યું છે.
 • વર્ષ 2018/19 માં અત્યાર સુધીમાં 317 ઘાસ ડેપો પરથી સાત કરોડ કિલોગ્રામ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે અને 2 લાખ 87 હજાર 490 ઘાસ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના 270 કેટલ કેમ્પમાં 1,62,687 તથા રાજ્યની 443 ગૌશાળાઓ તથા પાંજરાપોળો માં 2,60, 736 પશુઓની નિભાવણી થઈ રહી છે અને અત્યાર સુધીમાં 40 કરોડની માતબર રકમ ગૌશાળાઓ અને પાંજરાપોળોને ચુકવવામાં આવી છે.
 • 96 તાલુકામાં પ્રતિ હેક્ટરે 6300 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવાનું નક્કી કરીને અત્યાર સુધીમાં 17 લાખ ખેડૂતોને 1700 કરોડ રૂપિયાની ઈનપુટ સબસીડી ચુકવવામાં આવી છે.
 • ગુજરાત સરકાર પ્રતિવર્ષ ખેડૂતો માટે 5900 કરોડ રૂપિયા વીજ સબસીડી પેટે ચૂકવે છે.
 • મનરેગા યોજના હેઠળ 60,366 લોકો રોજગાર મેળવી રહ્યા છે, અને અત્યાર સુધીમાં 33 લાખ 50 હજાર માનવદિનની રોજગારી પૂરી પાડી છે. પ્રતિદિન 190 રૂપિયા લેખે મજુરી મનરેગા યોજના હેઠળ ચૂકવવામાં આવે છે અને ઓછામાં ઓછા 150 દિવસ શ્રમિકોને રોજગારી પૂરી પડાશે.
 • ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર રીલિઝ ફંડ એટલે કે GSDRF માં 2873 કરોડ રૂપિયા જે ઉપલબ્ધ છે જેમાં 90% ફાળો કેન્દ્ર સરકારનો અને 10 ટકા ફાળો રાજ્ય સરકારનો રહેલો છે. અત્યાર સુધીમાં 1200 કરોડ રૂપિયા તેમાંથી ખર્ચ કરવામાં આવ્યા છે અને હજુ પણ 1600 કરોડ રૂપિયા જેટલી રકમ અસરગ્રસ્તોને સેવા પૂરી પાડવા માટે ઉપલબ્ધ છે .
 • શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના ચાર વર્ષના શાસનના અંતે દેશનું કૃષિ ઉત્પાદન 252 લાખ મેટ્રિક ટન થી વધીને 282લાખ મેટ્રિક ટન થયું છે.