Featured|દેશદેશ

રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં શરમજનક પરિસ્થિતિમાં મુકાયા રાહુલ ગાંધી

રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં શરમજનક પરિસ્થિતિમાં મુકાયા રાહુલ ગાંધી

ભારતીય જનતા પાર્ટીના નેતા મિનાક્ષી લેખીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં કોર્ટની અવમાનનાની અપીલ ફાઈલ કરી હતી. આજે સુપ્રિમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી. સુપ્રિમ કોર્ટે આ મામલે આવતા સોમવાર સુધીમાં રાહુલ ગાંધીને પોતાનો જવાબ આપવાનો હુકમ કર્યો છે.

રાફેલ સોદાના ચોરાયેલા દસ્તાવેજો પર સુનાવણી કરવાના સુપ્રિમ કોર્ટના ગયા અઠવાડિયાના નિર્ણય બાદ રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટે પણ કહી દીધું છે કે રાફેલ સોદામાં ચોકીદાર ચોર છે. ખરેખર સુપ્રિમ કોર્ટે વડાપ્રધાનનું નામ પણ પોતાના નિર્ણયમાં નહોતું લીધું અને આથી જ મિનાક્ષી લેખીએ કોર્ટના અપમાન અંગેનો કેસ ફાઈલ કર્યો હતો.

આજની સુનાવણી દરમ્યાન પણ ચિફ જસ્ટિસ ગોગોઈએ સ્પષ્ટ કહ્યું હતું કે શ્રી રાહુલ ગાંધીએ વડાપ્રધાન વિષે જે કહ્યું એવું તો કોર્ટ બોલી પણ નથી અને આથી રાહુલ ગાંધીએ કોર્ટના નિર્ણયને ખોટી રીતે પ્રદર્શિત કર્યો હોવાથી તેમને એક અઠવાડિયામાં કોર્ટને જવાબ આપવો જરૂરી છે.