Featured|દેશદેશ

રાહુલે ગયા સપ્ટેમ્બરમાં જ વાયનાડ ભાગવાનો પ્લાન બનાવી લીધો હતો

પુલવામા હુમલા બાદ રાહુલ ગાંધી શું કરી રહ્યા હતા?

સોશિયલ મિડિયા અત્યંત ક્રૂર ચીજ છે, ખાસકરીને અસત્ય બોલનાર કે સત્ય છુપાવનાર લોકો માટે. આજે સવારથીજ રાહુલ ગાંધીની વાયનાડ ઓફીસનું ટ્વીટર હેન્ડલ ચર્ચામાં છે. કહેવાય છે કે રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાના નિર્ણય બાદ કોંગ્રેસે ત્યાં તેમની ઓફીસ સ્થાપી છે. પરંતુ જેમ અગાઉ કહ્યું તેમ સોશિયલ મિડિયા આવું હળહળતું જુઠ્ઠું બોલનારા લોકો માટે અત્યંત ક્રૂર છે.

રાહુલની વાયનાડ ઓફિસના ટ્વીટર હેન્ડલ @RGWayanadOffice ની પ્રોફાઈલ તપાસતા ખબર પડી કે આ ટ્વીટર હેન્ડલ જેને ઓફિશિયલ હોવાનું ટીક માર્ક પણ મળી ગયું છે એ  ભલે આજે સવારથી ચર્ચામાં આવ્યું હોય પણ આ હેન્ડલ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જ બનાવી લેવામાં આવ્યું હતું. સ્પષ્ટ છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ છ મહિના અગાઉથી જ નક્કી કરી લીધું હતું કે અમેઠીમાં આ વખતે હારનું મોઢું જોવું પડશે જ અને આથીજ રાહુલબાબા માટે એક સુરક્ષિત બેઠક શોધવામાં આવે.

રાહુલે ગયા સપ્ટેમ્બરમાં જ વાયનાડ ભાગવાનો પ્લાન બનાવી લીધો હતો

યાદ હોય તો આ વર્ષે માર્ચ મહિનામાં એવી હવા ફેલાવવામાં આવી હતી કે કેરળ કોંગ્રેસના આગેવાનો તેમજ કોંગ્રેસી કાર્યકર્તાઓની ઈચ્છા છે કે રાહુલ ગાંધી કેરળથી લોકસભાની ચૂંટણી લડે. ત્યારબાદ 4 એપ્રિલે રાહુલ ગાંધીએ વાયનાડ જઈને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભર્યા બાદ રાહુલ ગાંધીએ મોટી મોટી વાતો કરતા કહ્યું હતું કે ઉત્તર અને દક્ષિણ ભારતમાં તેઓ કોઈજ ફરક ન કરતા હોવાને લીધે તેમણે અહીંથી ફોર્મ ભર્યું છે.

પરંતુ હકીકત તો એ છે કે અમેઠીની હાર કોંગ્રેસીઓ છ મહિના અગાઉ કે તે પહેલાથી જ ભાળી ગયા હતા. હવે જો અમેઠીથી રાહુલને બદલે કોઈ બીજાને ચૂંટણી લડાવે તો નાક કપાઈ જાય આથી વાયનાડ નામની કહેવાતી સુરક્ષિત બેઠક શોધી લેવામાં આવી અને એક નાટક ઉભું કરવામાં આવ્યું કે રાહુલ ગાંધી કેરળ કોંગ્રેસના કાર્યકર્તાઓની લાગણીને માન આપીને અને સમગ્ર ભારત એક છે એવો સંદેશ આપવા ખાસ વાયનાડથી લડી રહ્યા છે, જ્યારે આ નિર્ણય તો ગયા વર્ષના ઓગસ્ટ કે પછી સપ્ટેમ્બરમાં જ લેવાઈ ગયો હતો.