Featured|દેશદેશમનોરંજન

પહેલીવાર મતદાન કરી રહેલા મતદારોને કબીર બેદીની સલાહ

પહેલીવાર મતદાન કરી રહેલા મતદારોને કબીર બેદીની સલાહ

ભારતમાં એવા કરોડો મતદારો છે જે આ વખતની લોકસભાની ચૂંટણીઓમાં પહેલીવાર મતદાન કરી રહ્યા છે. દેશભરમાં એવી ઘણીબધી બેઠકો છે જેના પર આ મતદારો સીધી અસર કરવાના છે. સ્વાભાવિક છે કે આ મતદારો પાસે દેશના રાજકારણના ભૂતકાળની એટલી બધી માહિતી ન હોય અને એવું શક્ય છે કે આને કારણે તેમનો મત વેડફાઈ જાય. જાણીતા અદાકાર કબીર બેદી આ પ્રથમવારના મતદાતાઓની વહારે આવ્યા છે.

કબીર બેદીએ હાલમાં જ કહ્યું છે કે પ્રથમવાર જે યુવાનો પોતાનો મત આપી રહ્યા છે તેમણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તેમના લીધે ઘણી બેઠકોનું ભાવિ પણ નક્કી થવાનું છે. આવામાં તેમણે કોંગ્રેસના પાપ ભૂલી જઈને તેમને ગેરમાર્ગે દોરનારા તત્વોથી તેમણે બચવાની જરૂર છે. કબીર બેદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ભૂતકાળના પાપ ભૂલી જવા એ પણ એક પાપ જ છે અને આથી યુવાન મતદારો જે પોતાના મતાધિકારનો ઉપયોગ પ્રથમવાર કરવા જઈ રહ્યા છે તેમણે દુષ્પ્રચારથી બચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપી તેમના હાથ મજબૂત કરવા જરૂરી છે.

કબીર બેદીએ વધુમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમના મતે ભારતે અત્યારસુધીમાં જોયેલા સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન છે અને આથી ભારતને અત્યારે આવા જ વડાપ્રધાનની જરૂર છે.