Featured|દેશદેશમનોરંજન

પહેલા મોદી બાયોપિક જુઓ પછી નિર્ણય આપો: ECને કહેતી SC

વિવેક ઓબેરોયને વડાપ્રધાન મોદીના રૂપમાં દેખાડતી PM નરેન્દ્ર મોદી ફિલ્મ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ની રિલીઝ પર ભારતીય ચૂંટણી પંચે બ્રેક લાગવાના કારણે, ફિલ્મ અટકી પડી છે. પરંતુ હાલમાં સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવવાની મનાઇ કરી છે. પહેલા સુપ્રીમ કોર્ટે, ચૂંટણી પંચના અધિકારીઓને કીધું હતું કે, ચૂંટણી આયોગે નક્કી કરવાનું રહેશે કે આ ફિલ્મ આચાર સંહિત નું ઉલ્લંધન કર્યું છે કે નહીં.

એવામાં હવે સુપ્રીમ કોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ કરવાને લઈને ફરી વિચાર કરવાનું નક્કી કર્યું . કોર્ટે ચૂંટણી પંચના અધિકારીઓને કહ્યું કે, તમારે ફિલ્મને એક વગર જોઈ લેવી જોઈએ અને ત્યાર બાદ જ કોઈ નિર્ણય લેવો જોઈએ. આની સાથે સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગને કેહતા કહ્યું કે, શુક્રવાર સુધી પોતાનો જવાબ કોર્ટેમાં સીલ બંધ કવરમાં દાખલ કરે.

પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકમાં મુખ્ય કિરદાર એક્ટર વિવેક ઓબેરોયે ભજવી છે. આ ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને રાજનીતિમાં ટોચના પદ પર પહોંચવા સુધીની સફરને દર્શાવવામાં આવી છે.