Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

કોંગ્રેસ અને વિપક્ષમાં હારનો ડર બેસી ગયો છે: અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે જુનાગઢ જીલ્લાના કોડીનારમાં એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ સમગ્ર સભામાં તેમણે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોની આકરી ટીકા કરી હતી.

અમિત શાહે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના રામપુરથી ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિષે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને આપેલું નિવેદન માત્ર જયા પ્રદા માટે જ નહીં પરંતુ સમગ્ર  નારી જગત માટે અપમાનજનક છે. તેમણે આઝમ ખાનના નિવેદન અંગે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને માયાવતી શું વિચારે છે તેની સ્પષ્ટતા કરવાનું કહ્યું હતું.

આજે રાફેલ મામલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને તેમની ટિપ્પણી અંગે ખુલાસો કરવાનું કહેવા અંગે પણ અમિત શાહે કહ્યું હતું કે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટના આ આદેશથી રાહુલ ગાંધીનું એક વધુ જુઠ્ઠાણું પ્રજા સમક્ષ ખુલ્લું પડી ગયું છે.

વિપક્ષી પાર્ટીઓના લોકસભાની ચૂંટણીઓના પહેલા ચરણમાં EVMને લઈને સુપ્રીમ કોર્ટમાં જવાના નિર્ણય પર ટીપ્પણી કરતા અમિત શાહે કહ્યું હતું કે પહેલા તો વિપક્ષ ચૂંટણી હાર્યા બાદ EVM ખરાબ હોવાની ફરિયાદ કરતો હતો પરંતુ હવે તો તે પ્રથમ રાઉન્ડ પછી જ ફરિયાદ કરવા માંડ્યા છે. આ સ્પષ્ટ કરે છે કે તેમની હાર પાક્કી જ છે.