Featured|દેશદેશ

ECને ફરિયાદ કરવા જતા ચંદ્રાબાબુ પોતે જ જાળમાં ફસાઈ ગયા

ગુજરાતીઓ ખાલી ધંધો કરી જાણે, એમનામાં અક્કલ જ ક્યાં છે?: નાયડુ

ઘણીવાર હાથે કરીને પ્રદર્શિત કરેલું દોઢ ડહાપણ એ વ્યક્તિને જ ફસાવી દેતું હોય છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુને હાલમાં એવો જ અનુભવ થયો હતો. નાયડુ પોતાના એક પ્રતિનીધી મંડળ સાથે દિલ્હીમાં આવેલા ઈલેક્શન કમીશનની ઓફિસે ગયા હતા.

નાયડુ કમિશનમાં લોકસભા અને આંધ્રપ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓના પ્રથમ રાઉન્ડમાં EVM સાથે મોટાપાયે છેડછાડ થઇ છે એવો આરોપ લઈને ગયા હતા. ચંદ્રાબાબુ નાયડુના આ પ્રતિનિધિ મંડળમાં એક હરિ પ્રસાદનામની વ્યક્તિ હતી. હરિ પ્રસાદે ઈલેક્શન કમિશનના અધિકારીઓને વિગતવાર સમજાવવાની કોશિશ કરી હતી કે કેવી રીતે આંધ્રમાં EVM સાથે ટેક્નિકલી કહેવાતી છેડછાડ થઇ હતી. નાયડુનો દાવો હતો કે હરિ પ્રસાદ આ બાબતે ટેક્નિકલ જ્ઞાન ધરાવે છે.

ઈલેક્શન કમિશને હરિ પ્રસાદને શાંતિથી સાંભળ્યા હતા અને આ અંગે જે કોઇપણ નિર્ણય પંચ લેશે તેની માહિતી હરિ પ્રસાદને આપવામાં આવશે તેમ પણ કહેવામાં આવ્યું હતું. પ્રતિનિધિ મંડળના જવા બાદ પંચે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે આ એજ હરિ પ્રસાદ છે જેમના પર 2010માં EVM ચોરી અંગે એક FIR દાખલ કરવામાં આવી હતી!

ચૂંટણી પંચે TDPના લિગલ સેલના અધ્યક્ષને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી આ પ્રકારના બેકગ્રાઉન્ડ ધરાવતી વ્યક્તિને ટેક્નિકલ વિશેષજ્ઞ તરીકે પંચ સમક્ષ રજૂ કરે તે અત્યંત વિચિત્ર છે.

આમ અત્યારે તો ચંદ્રાબાબુ નાયડુ પોતે જ પોતાની રચેલી જાળમાં ફસાઈ ગયા છે. એક ક્રિમીનલ બેકગ્રાઉન્ડ ધરાવતા વ્યક્તિને પંચ સમક્ષ ઉભો કરીને તેમણે પોતાની જાતને જ શરમજનક પરિસ્થિતિમાં મૂકી દીધી હતી.