Featured|ગુજરાતગુજરાત

અમદાવાદ પૂર્વના કોંગ્રેસી ઉમેદવાર ગુનાહિત ભૂતકાળ ધરાવે છે

અમદાવાદ પૂર્વના કોંગ્રેસી ઉમેદવાર ગુનાહિત ભૂતકાળ ધરાવે છે

અમદાવાદ પૂર્વ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના હસમુખ પટેલ જેવા સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવાર સામે કોંગ્રેસે ગુનાહિત ભૂતકાળ ધરાવતા ગીતા પટેલને ટીકીટ આપી છે. ગીતા પટેલ હાર્દિક પટેલના સહુથી નજીકના વર્તુળમાં સ્થાન પામે છે અને તેઓ પાસના પણ કન્વીનર રહી ચૂક્યા છે. ગીતા પટેલ દસમું ધોરણ સુધી ભણ્યા છે.

આજથી લગભગ બે અઢી વર્ષ અગાઉ જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું હતું ત્યારે ગીતા પટેલ પણ તોફાની ટોળાઓમાં સામેલ હતા અને આથી જ ગીતા પટેલ વિરુદ્ધ અમદાવાદ શહેરના ત્રણ ત્રણ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ માટેની ફરિયાદ નોંધાઈ છે. આ ફરીયાદોની સંખ્યા 6 છે.

ગીતા પટેલ વિરુદ્ધ નિકોલ અને રાણીપ પોલીસ સ્ટેશનોમાં 1-1 ફરિયાદ અને રામોલ પોલીસ સ્ટેશનમાં 4 ફરિયાદો નોંધાઈ છે. આ તમામ ફરિયાદો રાયોટીંગની કલમ હેઠળ ઉશ્કેરણીજનક ભાષણ આપવું તેમજ પોલીસને અપશબ્દો બોલવા જેવા ગુનાઓ માટે કરવામાં આવી છે.

આ પ્રકારની વ્યક્તિને કોંગ્રેસે શા માટે અમદાવાદ પૂર્વ જેવી પ્રતિષ્ઠિત બેઠક પર ટીકીટ આપી હશે તે એક મોટો સવાલ ખડો કરે છે. પાસના કન્વીનર સિવાય ગીતા પટેલ પાસે કોઈ સામાજિક કાર્યનો પણ અનુભવ નથી ઉલટું તેમના વિરુદ્ધ છ જેટલી પોલીસ ફરિયાદો પેન્ડીંગ છે. આવામાં ગીતા પટેલને માત્ર પાસને સંતોષ આપવા માટેજ તેને ફાળવેલા કોટામાંથી ટીકીટ આપવામાં આવી હોય એવું વધુ લાગી રહ્યું છે.