Featured|દેશદેશ

મસૂદ અઝહર અંગે ભારત માટે ત્રણ દેશોએ ચીનને અલ્ટિમેટમ આપ્યું

મસૂદ અઝહર મૃત્યુ પામ્યો છે?: સમાચાર

પુલવામાં આતંકી હુમલો થયા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું હતું કે, આતંકીયોની હવે ખેર નથી. જણાવી દઈએ કે, હુમલાનો માસ્ટર માઈન્ડ જૈશનો વડો અઝહર મસૂદ હતો. ત્યારે વડાપ્રધાન મોદીને દુનિયાભરના અનેક દેશોનો સાથ મળ્યો હતો અને આંતર રાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનના આંતંકી સંગઠન જૈશે મોહમ્મદના આકા મસૂદ અઝહર ને વૈશ્વિક રીતે આતંકી જાહેર કરવાનું દબાણ નાખ્યું હતું. જેમાં ભારતને અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનનો સાથ મળ્યો હતો.

જયારે બીજી બાજુ આ મામલે પાકિસ્તાનના સાથી ચીને પોતાનો વીટો પાવરનો ઉપયોગ કરીને વારંવાર મસૂદને બચાવતું આવે છે. પણ આંતકી સંગઠનના કવચ બનેલા ચીનને યુએસ, ફ્રાન્સ અને યુકે એ અલ્ટીમેટમ આપી દીધું છે. અને આ મામલે ચીનને નિર્ણય લેવા માટે 23 એપ્રિલ સુધીનો ટાઈમ આપી દીધો છે.

સંયુક્ત રાષ્ટ્રની 1267 કમિટી અલ-કાયદા, IS જેવા આતંકી સમૂહો પર પ્રતિબંધ લગાવામાં પર નિર્ણય કર્યો છે. ત્યારે ચીનનો જવાબ જાણ્યા બાદ એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધીમાં મસૂદ અઝહર મામલે નક્કી કરવામાં આવશે કે ડ્રાફ્ટ રેઝોલ્યુશનને ઔપચારિકરીતે લાવવો છે કે નહીં. જો અગર ચીન વચ્ચે આવશે, તો  યુએસ સુરક્ષા પરિષદમાં  જ ઔપચારિકરીતે અઝહર પર બેન લગાવામાં પ્રસ્તાવ રજુ થશે.