Featured|ગુજરાતગુજરાત

17 એપ્રિલે વડાપ્રધાન મોદી હિંમતનગર અને સુરેન્દ્રનગરમાં સભાઓ સંબોધશે

કર્ણાટક બાદ હવે મધ્ય પ્રદેશ કોંગ્રેસી લૂંટનું ATM	- મોદી

પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાના મતદાન અગાઉ બીજી વખત ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. આવનારા બુધવારે એટલેકે 17 એપ્રિલે વડાપ્રધાન મોદી હિંમતનગર અને સુરેન્દ્રનગરમાં જાહેરસભાઓ સંબોધિત કરશે. શક્ય હશે તો આ જ દિવસે એક ત્રીજી સભા આણંદમાં પણ આયોજિત થઇ શકે છે પરંતુ તે અંગે હજી કોઈ નક્કર કાર્યક્રમની જાહેરાત થઇ નથી.

સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં આવતા હિંમતનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી એપ્રિલે બપોરે 2.30 કલાકે જાહેરસભા સંબોધિત કરશે. ત્યારબાદ સાંજે 4 કલાકે તેઓ સુરેન્દ્રનગરમાં પણ જાહેરસભા સંબોધશે.

જાણવા મળ્યા અનુસાર 17 એપ્રિલ બાદ 23 એપ્રિલના મતદાન અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજી બે વખત ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવી શકે છે. ગુજરાતમાંથી આવતા ભાજપના અન્ય એક મહત્ત્વના નેતા તેના પક્ષ પ્રમુખ અમિત શાહ પણ રવિવારે ગાંધીનગર લોકસભા બેઠકમાં લોકસંપર્ક તેમજ રોડ શો કરવાના છે.