Featured|દેશદેશ

બેરોજગારી અંગે કોંગ્રેસના ગપગોળાઓનો ખુલાસો

ચૂંટણીનો માહોલ હોય એટલે આરોપ પ્રતિઆરોપ તો થવાના જ. પરંતુ કોંગ્રેસ પાર્ટી પોતાના આરોપોમાં જુઠ્ઠાણાંનો સહારો લઇ રહી છે તે આપણે રફેલના મામલામાં જોયું, રાહુલ પર થનારા હુમલાની વાતમાં જોયું અને પૂર્વ સૈનિક કર્મચારીઓ મોદી સરકારથી ખુશ નથી એવા ફેક પત્ર પરથી પણ જોયું. આવો જ એક જુઠ્ઠો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે દેશની બેરોજગારીના આંકડા વિષે.

આજે આપણે કોંગ્રેસના એ દાવાનો મુદ્દાસર ખુલાસો જોઈશું.

 • Employees Provident Fund(EPFO) કે જેમાં ,સપ્ટેમ્બર 2017 થી નવેમ્બર 2018 સુધી એક કરોડની 80 લાખ લોકોએ પોતાના પ્રોવિડન્ટ ફંડના નાણાં જમા થયા છે જેમાંથી 64% લોકોની ઉંમર 28 વર્ષથી ઓછી છે.
 • નેશનલ પેન્શન સ્કીમમાં પણ માર્ચ 2014 સુધી 65 લાખ લોકોને નોંધણી થઈ હતી પરંતુ ઓક્ટોબર 2017 સુધીમાં એક કરોડ વીસ લાખ લોકોની નોંધણી થઈ. આમ, તેમાં પણ લગભગ 55 લાખ લોકોનો વધારો નોંધાયો છે.
 • નોન-કોર્પોરેટ કરદાતાઓ જેમ કે ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, વકીલો 6,35,000 જેટલા નવા નોંધાયા છે, આ પ્રત્યેક વ્યક્તિ 1 થી લઈને 10 વ્યક્તિઓને પોતાની ઓફિસમાં કે પછી દવાખાનામાં રોજગાર આપે છે.

દેશમાં 15 ટકા રોજગારી જ ઓર્ગેનાઈઝડ સેક્ટરમાં (સંગઠિત ક્ષેત્રમાં) છે જ્યારે 85 ટકા રોજગારી અનઓર્ગેનાઈઝડ(અસંગઠિત ક્ષેત્ર) સેક્ટરમાં છે. તો હવે અનઓર્ગેનાઈઝડ સેક્ટરની વાત કરીએ.

 • છેલ્લા ચાર વર્ષમાં 36 લાખ મોટા ટ્રક તથા વ્યવસાયિક વાહનો વેચાયા.
 • દોઢ કરોડ જેટલા વ્યવસાયિક વાહનો એટલે ફોર વ્હીલર અને ટુ વ્હીલર્સ વેચાયા.
 • 27 લાખ નવી રીક્ષાઓનું વેચાણ થયું.
 • હોટલ ઉદ્યોગોની મંજૂરી ની અરજીઓમાં પચાસ ટકાનો વધારો થયો.
 • મુદ્રા યોજનામાં સવા ચાર કરોડથી વધુ યુવાનોએ પહેલીવાર ધિરાણ મેળવેલ છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ એટલે કે SIAM તેમજ ટ્રેક્ટર એન્ડ મેકનાઈઝેશન એસોસિએશન(TMA) દ્વારા જણાવ્યા અનુસાર 2014 થી 2018 દરમિયાન ચાર વર્ષમાં એક કરોડ 40 લાખ નવી રોજગારીની તકોનું નિર્માણ નિર્માણ થયેલ છે.
 • નીતિ આયોગના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર વર્ષમાં 70 થી 78લાખ નોકરીઓનું પ્રતિવર્ષ સર્જન થઈ રહ્યું છે.
 • મેકિંઝી ગ્લોબલ ઇન્સ્ટિટયૂટ કે જે છેક 1926માં સ્થપાયેલ વિશ્વપ્રસિદ્ધ સંસ્થા છે,તે ૯૩ વર્ષ જૂની આ સંસ્થાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં નમો સરકારની નીતિઓ અને ઉદ્યોગસાહસિકતા વધવાને કારણે 2 થી 2.6 કરોડ ગુણવત્તાસભર રોજગારીની તકોનું સર્જન થયું છે.
 • ઓલા અને ઉબર જેવી ઓટોમોબાઇલ સેવાઓએ પણ 22 લાખ જેટલી રોજગારીની તકોનું સર્જન કર્યું છે.
 • કોંગ્રેસ દ્વારા જે NSSO રિપોર્ટની વાત કરવામાં આવે છે તે NSSO ના રિપોર્ટમાં જુલાઇ 2018 થી ડિસેમ્બર 2018 ના સર્વે ની વિગતો સામેલ નથી તે અત્યંત નોંધપાત્ર બાબત છે જેની તેણે અવગણના કરી છે જેથી તેનો કક્કો સાચો પડે.
 • વળી,અંદાજે 100 સેક્ટર રોજગારીની તકોનું સર્જન કરે છે પરંતુ તેમાંથી માત્ર દસ જેટલા સેક્ટરોનો આ બાબતમાં સર્વે કરવામાં આવે છે.
 • NDAના વાજપેયી શાસનમાં પણ શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા બેરોજગારીના મુદ્દે સંસદમાં ખૂબ મોટો ઉહાપોહ મચાવવામાં આવ્યો હતો. પરંતુ,અંતે પ્લાનિંગ કમિશન આપેલા રિપોર્ટ મુજબ શ્રી વાજપેયીજીના પાંચ વર્ષના શાસનમાં 6 કરોડ અને આડત્રીસ લાખ જેટલી વિક્રમજનક રોજગારીની તકોનું નિર્માણ થયું હતું તેમ છતાં કોંગ્રેસના દુષ્પ્રચારના પ્રભાવમાં આવી જઈને વાજપેયી સરકાર સત્તામાં પરત આવી શકી ન હતી.
 • વાજપેયીના ગયા બાદ UPA-1શાસનમાં માત્ર 27 લાખ રોજગારીની તકોનું નિર્માણ અને UPA-2ના શાસનમાં માત્ર એક કરોડ અને 38 લાખ રોજગારીની તકો નિર્માણ થયું હતું.

તો આ વખતે પણ આપણે કોંગ્રેસના બેરોજગારી અંગેની અધુરી માહિતી ધરાવતા દુષ્પ્રચારમાં ન આવી જઈને ભારતને આગળ વધારવા માટે મળેલી અમૂલ્ય તકને ન વેડફવા દેવી જોઈએ. નહીં તો ફરીથી આટલા મોટા પ્રમાણમાં ઉભી થયેલી રોજગારી સામે આપણે કોંગ્રેસ અને મહાગઠબંધન સરકારમાં વધતી જતી બેરોજગારીનો સામનો કરવો પડશે.