Featured|ગુજરાતગુજરાત

ટીવી ડિબેટ અને જાહેરસભામાં અપશબ્દો કહી કોંગ્રેસે પોતાના સંસ્કાર બતાવ્યા

આ ચૂંટણીઓમાં કોંગ્રેસ તરફથી જાણેકે એવું નક્કી કરી લેવામાં આવ્યું છે કે ગમે તે થાય તેઓ ભારતીય જનતા પાર્ટીને અપશબ્દો કહેશે જ. આ બધાની શરૂઆત થઇ ચોકીદાર ચોર હૈથી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે દેશભર ઉપરાંત ગુજરાતમાં પણ અપશબ્દોનો છૂટથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અર્જુન મોઢવાડિયા જેવા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ  જ્યારે આવા ગાલિપ્રદાનમાં સામેલ હોય ત્યારે નાના મોટા કોંગ્રેસી આગેવાનોને તો કોણ રોકે?

આવા બે કિસ્સાઓ એક જ દિવસમાં સામે આવ્યા છે. ABP અસ્મિતા ન્યૂઝ ચેનલ પર એક ડિબેટમાં ભાજપ અને કોંગ્રેસના બે મહિલા પ્રવક્તાઓ વચ્ચેની ઉગ્ર ચર્ચા દરમ્યાન જ્યારે ભાજપના મહિલા પ્રવક્તાએ દાવો કર્યો કે ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો જીતશે ત્યારે કોંગ્રેસના મહિલા પ્રવક્તાએ તેમને અપશબ્દ કહ્યો હતો. આ ચર્ચા જોઈ રહેલા એન્કર તેમજ દર્શકો કોંગ્રેસી મહિલા પ્રવક્તાના બગડેલા બોલ સાંભળીને આઘાત પામ્યા હતા.

તો સુરતમાં શહેર કોંગ્રેસ અધ્યક્ષ બાબુ રાયકાએ પોતાના ભાષણમાં ભાજપને એક નહીં પરંતુ બે અપશબ્દો કહીને ભાષણનું સાવ નિમ્નસ્તર દેખાડી દીધું હતું. બાબુ રાયકાએ આ શબ્દપ્રયોગ કર્યા અગાઉ એટલી હદે કહ્યું હતું કે જો કોંગ્રેસનું હાઈકમાન્ડ નાં પાડશે તો પણ તેઓ ભાજપ જેવા ,એમ કહીને ઉપરોક્ત બંને અપશબ્દોનો ઉપયોગ કરી, ને દેખાડી દેશે એમ કહ્યું હતું.

મંચ પર બેસેલા વરિષ્ઠ કોંગ્રેસી સભ્યોને તરતજ બાબુ રાયકાના ગાલિપ્રદાનની પડનારી અસરનો ખ્યાલ આવી ગયો હતો અને તેમણે તેમને પોતાનું ભાષણ ટૂંકાવી દેવાનો નિર્દેશ કર્યો હતો.

આમ આ રીતે વિવિધ સ્તરે કોંગ્રેસને ગુજરાતમાં મળી રહેલા જાકારાથી હવે અત્યંત હતાશ થયેલા કોંગ્રેસીઓ ગમેતેમ બોલવા લાગ્યા છે. હજીતો ગુજરાતમાં મતદાનને દસ દિવસ બાકી છે ત્યાં સુધીમાં તો કોંગ્રેસીઓ કેટલી હદ સુધી નીચે જશે તેનીતો માત્ર કલ્પના જ કરવી રહી.