Featured|ગુજરાતગુજરાત

અમિત શાહનો આવતીકાલે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વ્યાપક પ્રચાર કાર્યક્રમ

રાજકારણના રાષ્ટ્રીય દિગ્ગજોની હાજરીમાં અમિત શાહ ઉમેદવારી કરશે

ગુજરાતની પ્રતિષ્ઠિત ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહ આવતીકાલે ગાંધીનગર લોકસભા વિસ્તારના બે મહત્ત્વના વિસ્તારોમાં પોતાનું પ્રચાર કાર્ય કરશે.

આવતીકાલે એટલેકે 14 એપ્રિલે રવિવારે સવારે ઘાટલોડિયા વિધાનસભાના ગોતા વોર્ડમાં આર સી ટેકનીકલની સામે આવેલા પ્રસંગ પ્રેસિડેન્સી ખાતે સવારે 10 વાગ્યે અમિત શાહ આ વિસ્તારના રહીશો સાથે લોકસંપર્કનો રાઉન્ડ કરશે.

ત્યારબાદ આવતીકાલે સાંજે 4 વાગ્યે અમિત શાહનો રોડ શો કલોલ નગરમાં આયોજિત કરવામાં આવ્યો છે જે ગાંધીનગર લોકસભાનો જ એક હિસ્સો છે. અમિત શાહનો રોડ શો કાલોલમાં આવેલા આંબેડકર સ્ટેચ્યુથી શરુ થશે અને ત્યાંથી ત્રણ આંગળી સર્કલ, રેલ્વે સ્ટેશન, ખમાર ભવન, જ્યોતેશ્વર મહાદેવ, એન કે ચોક, સ્વામી વિવેકાનંદ ચોક, શારદા સર્કલ, ભાવનાથ મહાદેવ, અંબિકા નગર થઈને હનુમાન મંદિર પંચવટી પર પૂર્ણ થશે.

સમગ્ર ગુજરાતની સાથે સાથે ગાંધીનગર લોકસભા માટેનું મતદાન પણ આવનારી 23 એપ્રિલે થશે.