Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

બે ગુજરાતીઓએ બનાવ્યું નરેન્દ્ર મોદી માટે અનોખું સોંગ

288views

17મી  લોકસભા ચૂંટણીને  લઈને સમગ્ર દેશમાં મતદારોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે બીજી બાજુ વડનગરના સપૂત નરેન્દ્ર દામોદરદાસ મોદીએ 2014માં દુનિયાને બતાવ્યું હતું કે, કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ ભારતનો વડાપ્રધાન બની શકે છે. એમ આવખતે પણ નરેન્દ્ર મોદી એટલે ગુજરાતનું ગૌરવને શાસન પર પરત લાવવા માટે અગર જો ગુજરાતીઓ યોગદાન ન આપે તો ચૂંટણી ફીકી થઇ જાય કારણ કે આજે પાંચ વર્ષ પછી દેશ સહિત ગુજરાતમાં સારા દિવસો આવ્યાં હોવાની ચર્ચા કરી રહ્યા છે નાગરિકો.

ત્યારે નરેન્દ્ર મોદીને સન્માન આપવા વડોદરાના બે યુવકોએ ગુજરાતીમાં એક અનોખું સોંગ તૈયાર કર્યું  છે. ગલી બોય મૂવીના હીટ ગીતથી પ્રભાવિત આ રૈપ સોંગ ‘અપના ટાઈમ આયેગા’ પરથી લેવામાં આવ્યું છે. બંને યુવકોએ એ ગીતને ગુજરાતી વર્જનમાં ‘સારા દિવસો આવ્યા હોવાની વાત કરી છે. આ ગીતના શબ્દો અને સંગીત પણ બે યુવકોએ ગુજરાતી ભાષા માં રજુ કર્યું છે.  આ ગીતને મૂળ નવસારીનો રેડિયો જોકી તરીકે ચર્ચિત આરજે રોશન અને તેનો મિત્ર ડિજે આદિએ આ ગીત કંપોઝ કર્યું છે.

તેઓના મતે વડાપ્રધાન મોદીએ 2014ની લોકસભાની ચૂંટણી સમયે ‘અચ્છે દિનની’ વાતો કરી હતી. ત્યારે ગુજરાતની વાત કર્યે, તો પહેલા અને આજે પણ સારા દિવસો છે. તેવા પ્રકારની લાગણી આ ગીતમાં કહેવામાં આવી છે. જેમકે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સુરક્ષા સહિત અનેક આવી નવી-નવી બાબતો લઈને આ ગીતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.