Featured|દેશદેશ

યુએઈ બાદ હવે રશિયાએ પોતાના સર્વોચ્ચ સન્માનથી મોદીને નવાજ્યા

291views

હાલમાં જ યુનાઇટેડ આરબ અમિરાતનું સર્વોચ્ચ સન્માન પામ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે રશિયાએ તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા છે. રશિયાની ભારત ખાતેની કચેરીએ જાહેરાત કરતા કહ્યું છે કે ભારત અને રશિયા વચ્ચેના ખાસ વ્યુહાત્મક સંબંધોને ખાસ રીતે પ્રોત્સાહન આપવા બદલ રશિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેન્ટ એન્ડ્ર્યુ અપોસ્ટલે સન્માનથી સન્માનિત કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2014માં સત્તા સંભાળ્યા બાદ ભારતના રશિયા સાથેના અગાઉથી જ રહેલા મૈત્રીપૂર્ણ સંબંધોમાં વધુ નિખાર આવ્યો છે. ભારત અને રશિયાએ અસંખ્ય આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાની આ મૈત્રીનું દર્શન કરાવી ચુક્યા છે. BRICS જેવા ક્ષેત્રીય સંગઠનોમાં ભારત અને રશિયા ચીન સાથે એક અનોખું ગઠબંધન ધરાવે છે. આ ઉપરાંત મધ્ય એશિયામાં પણ ભારત રશિયાના સહકારથી જ પોતાની અસરકારકતા છોડી શક્યું છે.

પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતને આત્મરક્ષાનો અધિકાર છે એમ કહેનાર પ્રથમ વૈશ્વિક આગેવાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જ હતા.

આમ ભારત અને રશિયા વચ્ચે નરેન્દ્ર મોદીના સત્તામાં આગમન બાદ સહુથી વધુ સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે.