Featured|ગુજરાતગુજરાત

અમદાવાદમાં ભાજપ યુવા મોરચાની અનોખી મોદી-શાહ આપને દ્વાર રેલી

આજે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિઓ અને યોજનાઓનો સંદેશ ઘેરઘેર પહોંચાડવા માટે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલની આગેવાનીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપને દ્વાર થીમ પર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રકારનું આયોજન દેશભરમાં પ્રથમ વખત કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓએ પોતાના બંને હાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કટ આઉટ્સ રાખ્યા હતા. આ રેલીમાં મોદી હૈ તો મુમકીન હૈ જેવા સૂત્રો પણ પોકારવામાં આવ્યા હતા.

મોદી સરકારના કાર્યોને લગતી સાચી માહિતીઓ ઋત્વિજ પટેલ તેમજ ગુજરાત ભાજપ યુવા મોરચાએ અમદાવાદમાં આગળ વધારવાનું કામ અનોખી રીતે કર્યું હતું. આ રેલી દ્વારા ભાજપ યુવા મોરચાએ લોકોને દેશના વિકાસને વેગવંતો બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાની અને તેના માટે મોટી સંખ્યામાં મતદાન કરવાની પણ અપીલ કરી હતી.

આશા છે કે આ પ્રકારના અભિયાન દેશના અન્ય ભાગોમાં પણ ચલાવવામાં આવશે જેથી જનજનને ચોકીદારની ભાવના સાથે જોડી શકાય.