Featured|દેશદેશ

રાહુલે અમેઠી ને છેતર્યા છે, પણ હું નહીં છેતરું: સ્મૃતિ ઈરાની

અમેઠીમાં રાહુલ માટે આ વખતે કેમ કપરાં ચઢાણ?

લોકસભાની ચૂંટણીને લઈને રાજનીતિમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. જયારે આજે પ્રથમ તબક્કાની ચૂંટણીનો પ્રારંભ થઇ ગયો છે. આપણે જણાવી દઈએ કે આજથી લોકશાહીનો તહેવાર ચાલુ થઇ ગયો છે. જેમાં 91 લોકસભા બેઠકો પર આજે લોકો પોતાનો મતદાન કરશે.

ત્યારે બીજી બાજુ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ અમેઠીમાં ઉમેદવારી પત્ર દાખલ કર્યા બાદ, અમેઠીના ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની એ રાહુલ ગાંધીને આડે હાથ લીધાં. તેમને કહ્યું, શું અમેઠી સિંગાપોર બની ગયું? કારણ કે, આ વાત રાહુલ ગાંધી અનેકવાર બોલ્યા છે કે, હું અમેઠીને સિંગાપોર બનાવી દઈશ.

સ્મૃતિ એ રાહુલને ટોણો મારતા કહ્યું કે, રાહુલે અમેઠીના લોકો સાથે છેતરપિંડી કરી છે. જયારે છેલ્લા 5 વર્ષમાં અમેઠીમાં જે પણ કામ થયું છે તે માત્ર ભાજપના કારણે થયું છે, રાહુલના કારણે નહીં. કારણ કે, ભાજપ સરકાર હંમેશાથી ખેડૂતો અને ગરીબો સાથેજ હતી. સ્મૃતિ એ અમેઠીના લોકોને વિશ્વાસ આપતા કહ્યું કે, તે ક્યારે તેમનો સાથ છોડીને ભાગશે નહીં અને પોતાના મત વિસ્તારના લોકો માટે હકની લડાઈ તેમની સાથે જ રહીને લડશે

આજે સ્મૃતિ ઈરાનીએ પણ અમેઠીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું અને ત્યારબાદ એક વિશાળ રોડશોમાં તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા. 2014ની ચૂંટણી બાદ સ્મૃતિ ઈરાની એ અમેઠીની પક્કડ વધુ મજબુત બનાવી છે. અને ઉલ્લેખ એ છે કે, ભારતના રાજકીય પંડિતો નું માનવું છે કે, આ વખતે કંઈક નવું થવાનું છે.