Featured|ગુજરાતગુજરાત

જીતુ વાઘાણીને ક્લીન ચીટ આપતું ચૂંટણી પંચ

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને અપશબ્દ બોલવાના મામલામાં ચૂંટણી પંચે ક્લીન ચીટ આપી દીધી છે. કોંગ્રેસે આરોપ મુક્યો હતો કે સુરતની એક સભામાં વાઘાણી કોંગ્રેસ અંગે અપશબ્દ બોલ્યા હતા. આ આરોપ પર ચૂંટણી પંચે સુઓમોટો અરજી દાખલ કરી હતી અને તપાસ આદરી હતી.

તપાસ પૂરી થયા બાદ થોડા સમય અગાઉ જાહેર કરેલા નિર્ણય અનુસાર ચૂંટણી પંચે જીતુ વાઘાણીને આરોપ મુક્ત કરતા કહ્યું હતું કે તેમના પર અપશબ્દ બોલવાનો આરોપ સિદ્ધ નથી થતો. આમ, કોંગ્રેસનો એક વધુ દાવ નિષ્ફળ ગયો છે જેમાં તે ભાજપ અને ભાજપના પ્રદેશ પ્રમુખને ખોટા આરોપ હેઠળ ફસાવવાની કોશિશ કરી રહી હતી.

બીજી તરફ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલા અપશબ્દોના પ્રયોગ અંગે ગુજરાત કોંગ્રેસ ચૂપ છે. પરંતુ ચૂંટણી પંચ ચૂપ નથી રહ્યું. પંચે ડીસાની એક સભામાં મોઢવાડિયાએ વડાપ્રધાન અંગે કરેલા વાણીવિલાસ પર તેમને નોટીસ ફટકારી છે.