Featured|દેશદેશમનોરંજન

વિવિધ ક્ષેત્રોના 907 કલાકારોએ કહ્યું: અમને મજબૂર નહીં મજબૂત સરકાર જોઈએ

વિવિધ ક્ષેત્રોના 907 કલાકારોએ કહ્યું: અમને મજબૂર નહીં મજબૂત સરકાર જોઈએ

લોકસભાની ચૂંટણીઓના આજના પ્રથમ રાઉન્ડ અગાઉ દેશના દિગ્ગજ 907 કલાકારોએ કહ્યું છે કે દેશને આજે મજબૂર નહીં પરંતુ મજબૂત સરકાર જોઈએ છીએ અને તેઓ દેશના મતદારો પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. તેમણે લોકોને કોઇપણ પ્રકારના દબાણમાં આવ્યા વગર મતદાન કરવાની અપીલ કરી છે અને કહ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં આપણને કેન્દ્રમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર મળી છે.

આ કલાકારોએ એક  નિવેદનમાં કહ્યું છે કે જે રીતે છેલ્લા પાંચ વર્ષમાં દેશ વિદેશમાં ભારતનું સન્માન વધ્યું છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્ત્વને આભારી છે. નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડાપ્રધાન બને તે આજના સમયની માંગ છે. આ નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે આજે ભારત આતંકવાદ જેવી ગંભીર સમસ્યાથી લડી રહ્યું છે આવામાં એક મજબૂત સરકાર જ તેની સાથે કામ પાર પાડી શકશે નહીં કે કોઈ મજબૂર સરકાર.

આ નિવેદન પર હસ્તાક્ષર કરનારાઓમાં પંડિત જસરાજ, હંસરાજ હંસ, અનુરાધા પૌડવાલ, શંકર મહાદેવન, અલોક નાથ, પાયલ રોહતગી, સુદેશ બેરી, પંકજ ધીર, રાહુલ રોય, કોયના મિત્રા અને વિવેક ઓબેરોય જેવા જાણીતા કલાકારોના નામ સામેલ છે.