Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

કર્ણાટક બાદ હવે મધ્ય પ્રદેશ કોંગ્રેસી લૂંટનું ATM – મોદી

કર્ણાટક બાદ હવે મધ્ય પ્રદેશ કોંગ્રેસી લૂંટનું ATM	- મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પ્રચારને લઈને દેશના અલગ અલગ રાજ્યોમાં જાહેર સભાઓ સંબોધે છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના જૂનાગઢ ખાતે પહોંચ્યા હતા. સામાન્ય રીતે જ્યારે વડાપ્રધાન અન્ય રાજ્યોમાં સભા સંબોધતા હોય છે ત્યારે હિન્દી ભાષામાં જનતાને સંબોધતા હોય છે. પરંતુ આજે તેઓએ તેમનું સંબોધન સભાને કેમ છો કહીને ગુજરાતી ભાષામાં શરૂ કર્યું હતું.

સભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, કોંગ્રેસમાં અનેક મોટા ભ્રષ્ટાચારીઓ સામે આવ્યા છે. ત્યારે હવે કોંગ્રેસનો વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. જેમાં ગર્ભવતી મહિલાઓ માટે મોકલાયેલા પૈસા કોંગ્રેસે લૂંટી લીધા છે. આનું તાજુ ઉદાહરણ મધ્યપ્રદેશમાં સામે આવ્યું છે. કોંગ્રેસે ગરીબ લોકોના મોઢામાંથી અન્નનો કોળિયો છીનવી પોતાના નેતાઓનું પેટ ભરવાનું કામ શરૂ કર્યું છે. અને આ રીતિથી પહેલા કોંગ્રેસે કર્ણાટકને પોતાનું ATM બનાવ્યું હતું અને હવે મધ્યપ્રદેશને પણ પૈસા લૂંટવા માટેનું એટીએમ બનાવી રહી છે.

સાથે જ તેઓએ જણાવ્યું કે કોંગ્રેસ પૈસા લૂંટવા માટે સત્તામાં આવે છે. અને કોંગ્રેસને હંમેશા ગુજરાતીઓ પ્રતિ નફરત જ રહી છે. મોરારજી દેસાઇ તથા સરદાર વલ્લભભાઈ પ્રત્યે પણ તેઓને નફરત હતી. તે તેના વર્તન પરથી સ્પષ્ટ દેખાતું હતું. અને કોંગ્રેસની આ વિચારધારાને કારણે વર્ષોથી કોંગ્રેસ શાસનમાં ગુજરાતને કોંગ્રેસના નેતાઓની નફરતનો ભોગ બનવાનો વારો આવ્યો હતો.