Featured|દેશદેશ

રાજસ્થાનના દિગ્ગજ ગુર્જર નેતાએ પણ માન્યું કે મોદી જેવા કોઈ નહીં

રાજસ્થાનના દિગ્ગજ ગુર્જર નેતાએ પણ માન્યું કે મોદી જેવા કોઈ નહીં

2019 લોકસભા ચૂંટણીના મતદાનના પ્રથમ ચરણના પ્રારંભ પહેલાજ રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ વધુ મજબૂત બની ગઈ હોવાનું લાગી રહ્યું છે. ગુર્જર આરક્ષણના નેતા કર્નલ કિરોડી સિંહ બેંસલા અને તેમના પુત્ર આજે ભાજપમાં જોડાઈ જવાથી ભાજપ માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. દિલ્લી ખાતે, બીજેપીના રાજસ્થાના પ્રભારી પ્રકાશ જાવડેકરે કિરોડી સિંહ અને તેમના પુત્ર વિજય બેંસલાને પાર્ટીનું સભ્ય પદ આપ્યું હતું.

મીડિયા સાથે વાત કરતા કિરોડી સિંહ બેંસલાએ કહ્યું હતું કે તેઓ ગુર્જર આંદોલન સાથે 14 વર્ષથી જોડાયેલા રહ્યા. આ દરમિયાન તેમને બંને મુખ્ય પાર્ટીઓને નિકટથી કામ કરતા જોઈ છે, પરંતુ જે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં જોવા મળી એ વાત બીજા કોઈમાં નથી. તેઓ એવા વ્યક્તિ છે જે સામાન્ય લોકોની ચાહે તે યુવા હોઈ કે બુઝુર્ગ તેમની તકલીફો સમજે છે. જો આવા વડાપ્રધાન હોય તો તો દેશને બીજું શું જોઈએ? ત્યારે બીજી બાજુ પ્રકાશ જાવડેકરનું માનવું છે કે, કિરોડી સિંહના ભાજપમાં આવાથી રાજસ્થાનની 25 માંથી 25 સીટો ભાજપ જીતી જશે.

હવે ગણતરી કરવા જોઈએ તો, બેંસલા ગુર્જર સમાજના મોટા નેતા છે અને ગુર્જર સમાજનો (ઓબીસી) રાજ્યમાં 5% વોટ શેર છે. આ ઉપરાંત બેંસલા પહેલા રાજસ્થાનના વધુ એક જાટ નેતા હનુમાન બેનીવાલ પણ ભાજપમાં સામેલ થયા છે. તો એમ કહેવાય કે જાટ અને ગુર્જર નેતાના સમાવેશ થી ભાજપને રાજસ્થાનમાં મળેલો ફાયદો જો ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ પ્રસરશે તો તે બહુમતીથી ઘણી આગળ પહોંચી જશે.