Featured|દેશદેશ

રાહુલનો પુણેનો કાર્યક્રમ ફિક્સ્ડ હતો: વિદ્યાર્થીઓ

ગયા અઠવાડિયે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પુણેમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમનો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો. આ વિડીયોમાં જ્યારે રાહુલ ગાંધીએ એમ કહ્યું કે તેમને નરેન્દ્ર મોદી બહુ ગમે છે ત્યારે વિદ્યાર્થીઓએ મોદી મોદીની બુમો પાડી હતી. ત્યારબાદ રાહુલ એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે તેમને આ અંગે કોઈજ વાંધો નથી.

લોકોને એવું લાગ્યું હતું કે દર વખતની જેમ આ વખતે પણ રાહુલ ગાંધીએ લોચો માર્યો છે. પરંતુ હવે નવી હકીકત સામે આવી છે તે મુજબ રાહુલ ગાંધીનો આ આખો કાર્યક્રમ ફિક્સ્ડ અથવાતો એની સ્ક્રિપ્ટ અગાઉથી જ નક્કી કરી દેવામાં આવી હતી જેમાં મોદી મોદીની બુમો પાડવી પણ સામેલ હતી.

મિડીયાએ જ્યારે આ સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે બાદમાં વાત કરી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને રાહુલ ગાંધીને સવાલ પૂછવાની બિલકુલ અનુમતી ન હતી. તેમ છતાં રાહુલ ગાંધી પોતાની વાત કહેવામાં નિષ્ફળ રહ્યા હતા.

ખરેખર કોંગ્રેસ અને રાહુલનો પ્લાન એવો હતો કે આ રીતે મોદી મોદીની બુમો વિદ્યાર્થીઓ પાસે પડાવીને તેઓ વિકટીમ કાર્ડ રમી શકે કે અહીં પણ ભાજપના કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓની ઉશ્કેરણી કરી હતી. પુણેની આ સંસ્થાના વિદ્યાર્થીઓનું એમ પણ કહેવું હતું કે નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચા કે અન્ય કાર્યક્રમો દ્વારા વારંવાર દેશભરના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા હોય છે જ્યારે રાહુલ ગાંધી માત્ર ચૂંટણીના બહાને જ અહીં આવ્યા હતા અને તેમની આ પ્રકારની વાતચીતનું કોઈજ ઔચિત્ય નથી.