Featured|દેશદેશ

NDAને પૂર્ણ બહુમત મળશે: નરેન્દ્ર મોદીનો વિશ્વાસ

NDAને પૂર્ણ બહુમત મળશે: નરેન્દ્ર મોદીનો વિશ્વાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે News 18ને એક ખાસ મુલાકાત આપી હતી. આવનારી લોકસભાની ચૂંટણીઓ તેમજ પ્રવર્તમાન રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પર પૂછાયેલા પ્રશ્નોના તેમણે વિસ્તારપૂર્વક જવાબો આપ્યા હતા.

આવનારી લોકસભાની ચૂંટણીઓના પરિણામ આવ્યા બાદ જો NDA બહુમતીથી થોડો દૂર રહી જાય તો એવામાં તેઓ શું કરશે એવા સવાલના જવાબમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, NDAને પૂર્ણ બહુમત મળશે જ અને તેમને બહારથી કોઈનું પણ સમર્થન લેવાની જરૂર જ નહીં પડે.

વડાપ્રધાને ઉમેર્યું હતું કે ભાજપ કાયમ એવું માને છે કે ભલેને કેટલો પણ કટ્ટર વિરોધી પક્ષ હોય પરંતુ દેશને આગળ લઇ જવા માટે તેનો સાથ લેવો પણ જરૂરી છે. વડાપ્રધાન મોદીએ વિશ્વાસ જતાવ્યો હતો કે આવનારી ચૂંટણીઓમાં ભાજપ ખુદ NDAનો વ્યાપ દેશભરમાં વધ્યો હોવાથી તેની બેઠકો પણ વધશે આથી સરકાર બનાવવામાં તેમને કોઈ અન્ય પક્ષની જરૂર નહીં પડે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ સરકાર બનાવવાનો નહીં પરંતુ દેશને આગળ લઇ જવાનો છે. તેમના આ ઉદ્દેશમાં લોકસભામાં એક બેઠક ધરાવનાર પક્ષ પણ સહકાર આપવા માંગે તો તેમનો સાથ પણ લેવામાં કોઈજ વાંધો નથી.