Featured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

વડાપ્રધાન આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સભાઓ સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીઓ જાહેર થઇ ત્યારબાદ પ્રથમવાર ગુજરાતમાં સભા સંબોધવા આવી રહ્યા છે. વડાપ્રધાનનો આવતીકાલનો આખો દિવસ ભરચક્ક રહેવાનો છે કારણકે તેઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એમ ગુજરાતના દૂર દૂરના બે વિસ્તારોમાં બે સભાઓ સંબોધિત કરશે.

આવતીકાલે સવારે સાડાનવ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ એરપોર્ટ આવી પહોંચશે. ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા તેઓ જુનાગઢ પહોંચશે. અહીં આવેલી જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના મેદાનમાં સવારે દસ વાગ્યે તેમની જનસભા છે. લગભગ પોણા બારની આસપાસ વડાપ્રધાન જુનાગઢની સુરત જવા રવાના થશે.

લગભગ સાડા બાર વાગ્યે વડાપ્રધાન સુરતથી બારડોલી પહોંચશે અહીં આવેલા સોનગઢમાં વડાપ્રધાન દિવસની બીજી જાહેરસભાને સંબોધન કરશે.

સમગ્ર ગુજરાતમાં આવનારી 23મી તારીખે મતદાન થવાનું છે અને તે અગાઉ ગૃહરાજ્યમાં વડાપ્રધાન વધુ રેલીઓ કરે તેવી સંભાવનાઓ પણ છે.