Featured|દેશદેશ

કમલનાથના મળતિયાઓ પાસેથી મળેલી રકમ એક મોટી રાજકીય પાર્ટીની: CBDT

કમલનાથના મળતિયાઓ પાસેથી મળેલી રકમ એક મોટી રાજકીય પાર્ટીની: CBDT

રવિવારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના સહયોગીઓ તેમજ અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડા અંગે સોમવારે માહિતી આપતા વિભાગે કહ્યું હતું કે આ દરોડામાં 281 કરોડ રૂપિયાની રકમ પકડાઈ હતી. આ ઉપરાંત 14.6 કરોડની બેનામી રકમ પણ જપ્ત થઇ છે. આવકવેરા વિભાગનું કહેવું છે કે આ રકમનો સંબંધ દિલ્હી અને મધ્ય પ્રદેશ વચ્ચે શંકાસ્પદ વ્યવહારો સાથે છે.

આ રકમમાંથી 20 કરોડ રૂપિયા દિલ્હીના તુઘલક રોડ પર રહેતા ‘એક મોટી રાજકીય પાર્ટીના મહત્ત્વના વ્યક્તિ અને એ પાર્ટી વચ્ચેના વ્યવહારો સાથે જોડાયેલી છે.  આટલી મોટી રકમ ઉપરાંત વિભાગને દારૂની 252 બોટલો અને વાઘની ચામડી પણ મળી આવી છે.

દિલ્હીના કોંગ્રેસ કાર્યકર્તા મોઈનને ઘરે પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા જેને મળવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ ગઈકાલે પહોંચ્યા હોવાની માહિતી પણ મળી છે.