Featured|દેશદેશ

યુપીના આ ગામમાં મહામિલાવટ ઉમેદવારો માટે નો એન્ટ્રી છે!

મને મારી સેના પર ભરોસો હતો એટલે એરસ્ટ્રાઈકનો નિર્ણય લઇ શક્યો: નરેન્દ્ર મોદી

સમગ્ર દેશની જેમ દેશના સહુથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ અત્યારે લોકસભાની આવનારી ચૂંટણીઓનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. અહીંની અમરોહા લોકસભા બેઠક અત્યંત પ્રતિષ્ઠિત ગણાય છે. આ બેઠકના વિસ્તારમાં આવેલા એક ગામની બહાર લાગેલા એક બોર્ડે જબરું અચરજ ઉભું કર્યું છે.

યુપીના આ ગામમાં મહામિલાવટ ઉમેદવારો માટે નો એન્ટ્રી છે!

આ બોર્ડમાં લખ્યું છે કે અમે બધા જ ચોકીદારો છીએ અને આથી આ ગામમાં મહામિલાવટ (મહાગઠબંધન) ના ઉમેદવારોએ પ્રવેશ કરવો નહીં. અમરોહાના ફરીદપુર ગામમાં આ બોર્ડ ઉપરાંત ગ્રામવાસીઓએ ભાજપના સમર્થનમાં અસંખ્ય બોર્ડ્સ લગાવ્યા છે. આ બોર્ડે સમગ્ર વિસ્તારમાં જબરું અચરજ ઉભું કર્યું છે અને આ ગામ નજીકથી પસાર થતા લોકો પણ બે મિનીટ આશ્ચર્ય પામીને રોકાઈને આ બોર્ડ જોઇને જ આગળ વધે છે.

આટલુંજ નહીં ગ્રામવાસીઓ આ બોર્ડની રખેવાળી પણ કરતા જોવા મળે છે. લોકોના હાથમાં સતત એક દંડો પણ જ ઓવા મળતો હોય છે. જ્યારે પત્રકારો આ ગામમાં પહોંચ્યા ત્યારે ગ્રામવાસીઓએ તેમને ઘેરી લીધા હતા અને મૈ ભી ચૌકીદાર હૂં ના નારા લગાવ્યા હતા. લોકોએ પત્રકારોને કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન મોદી અને તેમની સરકારના કાર્યોથી અત્યંત ખુશ છે અને દેશને અત્યારે જેવા વડાપ્રધાનની જરૂર છે એ તમામ ગુણ નરેન્દ્ર મોદીમાં છે.