Featured|દેશદેશ

મારું પરિવાર પણ મોદી જેવો આદર્શ વડાપ્રધાન ન આપી શક્યું: વરુણ

મારું પરિવાર પણ મોદી જેવો આદર્શ વડાપ્રધાન ન આપી શક્યું: વરુણ

પીલીભીત લોકસભા બેઠક પર ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા વરુણ ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે પોતાના જ પરિવાર પર હુમલો બોલાવતા કહ્યું હતું કે તેમના પરિવારે દેશને ઘણા વડાપ્રધાન આપ્યા પણ તેમાંથી કોઈએ પણ દેશને એ સન્માન ન અપાવ્યું જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપાવ્યું છે. વ

વરુણ ગાંધીએ ઉમેર્યું હતું કે નરેન્દ્ર મોદી એવો વ્યક્તિ છે જે માત્ર દેશ માટે જીવે છે અને દેશ માટે જ મરશે. તેમને કાયમ દેશની જ ચિંતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ ભાજપે પાંચ વર્ષમાં જે કાર્યો કર્યા છે તેણે દેશને આગળ લઇ જવા માટે તૈયાર કર્યો છે. લાંબા અરસા બાદ દેશને એક એવો વડાપ્રધાન મળ્યો છે જેના વિષે વાત કરતી વખતે દેશનો દરેક નાગરિક ગર્વ અનુભવી શકે છે.

કેન્દ્ર સરકારે કિસાનો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ઘણું કાર્ય કર્યું હોવાનું  કહેતા વરુણ ગાંધીએ જણાવ્યું હતું કે વિપક્ષો આજકાલ રાજકારણનું સ્તર નીચે લાવી રહ્યા છે.