Featured|દેશદેશ

ન્યૂ ઇન્ડિયાની સ્થાપના માટે ભાજપના સંકલ્પ પત્રના મહત્ત્વના મુદ્દાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2022 સુધીમાં ન્યૂ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે આગે કદમ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ આજે આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર  મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીયમંત્રીઓ અરુણ જેટલી, રાજનાથ સિંહ તેમજ સુષ્મા સ્વરાજ પણ હાજર રહ્યા હતા અને આ તમામ આગેવાનોએ સંબોધન પણ કર્યા હતા.

આવો જાણીએ ભાજપના આ સંકલ્પ પત્ર જેમાં માત્ર વચન નથી પરંતુ તેમાં લખેલી એક એક વાત પૂર્ણ કરવાનો સંકલ્પ છે તેના મહત્ત્વના મુદ્દાઓ કયા કયા છે.

કૃષિ

 • 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી
 • 10,000 નવા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનની રચના કરવી
 • ઈ-નામ, ઈગ્રામ અને પ્રધાનમંત્રી આશા યોજના દ્વારા MSP યોગ્ય રીતે મળી રહે તે માટે પૂરતા બજારો ઉભા કરવા
 • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વધુને વધુ ખેડૂતોને લાભ મળે તે સુનિશ્ચિત કરવું
 • નાના અને સિમાંત ખેડૂતો માટે એક પેન્શન યોજનાની શરૂઆત કરવી જેથી તેમને 60 વર્ષની ઉંમર બાદ સામાજિક સુરક્ષા મળી રહે.
 • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ તમામ સિંચાઈ યોજનાઓ પૂર્ણ કરવી
 • મૂળ રકમની ત્વરિત ચુકવણીની શરતે નવી ટૂંકા ગાળાની રૂ. 1 લાખ સુધીની કૃષિ લોન શૂન્ય વ્યાજદર સાથે એક થી પાંચ વર્ષ માટે આપવી
 • સિંચાઈ હેઠળનો પાક વિસ્તાર વધારવો
 • લેન્ડ રેકોર્ડના ડિજીટાઈઝેશન માટે કાર્ય કરવું
 • દરેક મોસમમાં દરેક ગામડામાં કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવી
 • નવી મત્સ્ય સંપદા યોજના હેઠળ મહત્તમ માછીમારોને સ્ટોરેજ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ સાથે મદદ કરવી
 • પ્રવાહી કચરાનો 100% નિકાલ અને ગંદા પાણીનો ફરીથી વપરાશ સુનિશ્ચિત કરવો

શિક્ષણ

 • ઓપરેશન ડિજીટલ બોર્ડ હેઠળ તમામ માધ્યમિક શાળાઓને આવરી લેવાનું લક્ષ્ય
 • RISE (Revitalising of Infrastructure of Systems in Education) હેઠળ ઉચ્ચ અભ્યાસમાં રૂપિયા એક લાખ કરોડનું રોકાણ ઉપલબ્ધ કરાવવું
 • મહત્ત્વના મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટમાં બેઠકો વધારવા તરફ પ્રયાસ કરવો
 • મહત્ત્વના એન્જીનીયરીંગ ઇન્સ્ટીટયુટમાં બેઠકો વધારવા તરફ પ્રયાસ કરવો
 • મહત્ત્વના કાયદા ઇન્સ્ટીટયુટમાં બેઠકો વધારવા તરફ પ્રયાસ કરવો
 • દરેક બ્લોકમાં ઓછામાં ઓછી એક અટલ ટીંકરીંગ લેબની સ્થાપના

પ્રજાકીય સુખાકારી અને સુવિધાઓ

 • Entrepreneurial Northeast યોજના હેઠળ ઉત્તરપૂર્વના રાજ્યોમાં MSMEsને નાણાંકીય સહાય અને રોજગારી ઉભી કરવી
 • દરેક પરિવાર માટે એક પાક્કું ઘર સુનિશ્ચિત કરવું
 • દરેક ગરીબ ગ્રામીણ પરિવારો માટે LPG સિલિન્ડર સુનિશ્ચિત કરવું
 • દરેક આવાસમાં 100% વીજળીકરણ સુનિશ્ચિત કરવું
 • દરેક નાગરિક પાસે બેંક એકાઉન્ટ હોય તે સુનિશ્ચિત કરવું
 • દરેક આવાસમાં શૌચાલય સુનિશ્ચિત કરવું
 • દરેક આવાસમાં સ્વચ્છ પેયજળ સુનિશ્ચિત કરવું

ઈન્ફ્રાસ્ટ્રક્ચર

 • ભારતમાલા પ્રોજેક્ટના પ્રથમ ચરણને બને તેટલું જલ્દી પૂર્ણ કરવું
 • નેશનલ હાઈવેઝની લંબાઈ બમણી કરવી
 • શહેરો અને ગામડાઓમાં ODF+ અને ODF++ સિદ્ધ કરવા સ્વચ્છ ભારત મિશન હેઠળ 100% કચરાનું કલેક્શન સુનિશ્ચિત કરવું
 • દરેક ગામડા અને શહેર માટે ODF સ્ટેટ્સ નક્કી કરવું
 • 175 GW રીન્યુએબલ એનર્જી ક્ષમતા સિદ્ધ કરવી
 • પેટ્રોલમાં 10% ઇથેનોલ મિશ્રણ સુનિશ્ચિત કરવા ભરસક પ્રયાસો કરવા
 • દરેક ગ્રામ પંચાયતને હાઈ સ્પિડ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સાથે જોડવી
 • ટિયર 1 અને 2 શહેરોમાં પાઈપ કુકિંગ ગેસ સુનિશ્ચિત કરવો
 • વોટર યુનિફાઇન્ગ મંત્રાલય નામનું નવું મંત્રાલય શરુ કરવું જેથી બહેતર જળ વ્યવસ્થાપન થઇ શકે

વાહન વ્યવહાર

 • કાર્યરત એરપોર્ટની સંખ્યા વધારીને 150 કરવા જેથી એર કનેક્ટિવિટી બહેતર બને
 • પોર્ટ ક્ષમતા વધારીને 2500 MTPA કરવી
 • શક્ય હોય તેવા તમામ રેલવે ટ્રેકસને 2022 સુધીમાં બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા
 • તમામ રેલવે ટ્રેક્સનું 2022 સુધીમાં વીજળીકરણ
 • સમગ્ર ભારતમાં સ્માર્ટ રેલવે સ્ટેશન્સ બનાવવાની શરૂઆત કરવી
 • તમામ મહત્ત્વના રેલવે સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા શરુ કરવાના પ્રયાસો કરવા
 • 2022 સુધીમાં ફ્રેઇટ કોરીડોર પ્રોજેક્ટ પૂર્ણ કરવા

આરોગ્ય અને સુખાકારી

 • આયુષ્માન ભારત હેઠળ 1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ શરુ કરવા
 • 75 નવી મેડિકલ/ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજો શરુ કરવી
 • ગરીબોના ઘેર પહોંચે તે રીતે ટેલીમેડિસીન અને લેબોરેટરી પરીક્ષણની સુવિધા પહોંચાડવી
 • બાળકોના આરોગ્ય માટેની સુવિધાઓ ત્રણગણી વધારવી
 • ટીબીના કેસોને મોટી સંખ્યામાં ઘટાડવા સુનિશ્ચિત કરવા
 • ડોક્ટર-દર્દીનો દર વધારીને 1:1400 કરવો
 • પોષણ યોજના હેઠળ કુપોષણ ઘટાડવું અને આ ઘટાડાની ગતિ તેજ કરવી

વ્યાપાર અને ઉદ્યોગો

 • ભારતનું ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ રેન્કિંગ વધુ સુધારવું
 • ઉત્પાદન ક્ષેત્ર પાસેથી વધુ GDP ફાળો મળે તે સુનિશ્ચિત બનાવવું
 • નિર્યાત બમણું કરવા તરફ પગલાં ભરવા
 • રીટેઈલ બિઝનેસના વિકાસ માટે નેશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડની સ્થાપના કરવી અને નેશનલ પોલીસી બનાવવી
 • MSMEs માટે સિંગલ વિન્ડો અમલીકરણ અને તકરાર નિવારણ વ્યવસ્થા ઉભી કરવી
 • ઓછા કર, વધુ કરદાતાઓ અને વધુ અમલીકરણ સુનિશ્ચિત કરવા ભરપૂર પ્રયાસો કરવા
 • સ્થિર કર શાસન સુનિશ્ચિત કરવા પ્રયાસો કરવા
 • નાના ડિફોલ્ટરો માટે કંપની એક્ટમાં સુધારો કરવો જેથી કોર્ટમાં કેસ ઓછા થાય.
 • દરેક વ્યક્તિના 5 કિમીના અંતરે બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવી

સુશાસન

 • કોર્ટ્સનું સંપૂર્ણ ડિજીટાઈઝેશન અને આધુનિકીકરણ સુનિશ્ચિત કરવું
 • ડિજીટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવું અને તેને વધારવા
 • સરકારી કાર્યોમાં એન્ડ ટુ એન્ડ ડિજીટાઈઝેશન સુનિશ્ચિત કરવું
 • સરકારી સેવાઓની ડિજીટલ ડીલીવરી ઉપલબ્ધ કરાવવી

પર્યાવરણ અને વાતાવરણ

 • હાલના પ્રદુષણના સ્તરને નોંધપાત્ર રીતે ઘટાડવા અંગે પ્રયાસો કરવા
 • હવાના પ્રદુષણને ઘટાડવા માટે પાકને બાળવાની પ્રવૃત્તિ પૂર્ણ પણે નાબૂદ કરવી

અન્ય

 • ગગનયાન મિશન હેઠળ એક ભારતીય અવકાશ યાનમાં અવકાશમાં મોકલવો
 • તમામ બાળકોને રોગપ્રતિકારક શક્તિ આપવી
 • તમામ સરકારી ભવનો નાગરિકો માટે ઉપલબ્ધ બનાવવા
 • છ ટ્રાઈબલ ફ્રિડમ ફાઈટર્સ મ્યુઝિયમની સ્થાપના સુનિશ્ચિત કરવી
 • પંચતીર્થ સર્કિટના વિકાસને પૂર્ણ કરવા તરફ કાર્ય કરવું
 • તમામ નાના દુકાનદારોને આવરી લેવા પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાને વિસ્તૃત બનાવવી
 • વીમો, પેન્શન સહીત તમામ અસંગઠિત કામદારોને તમામ સમાજિક સુરક્ષા પૂરી પાડવાનું સુનિશ્ચિત કરવું
 • મહિલા કારીગરોની ભાગીદારી વધારવા તરફ કાર્ય કરવું
 • મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા ટ્રિપલ તલાક કાયદાનો અમલ સુનિશ્ચિત કરવો
 • સ્વચ્છ ગંગાનું લક્ષ્ય 2022 સુધીમાં સિદ્ધ કરવું
 • સ્વદેશ દર્શન, પ્રસાદ અને હ્રદય યોજના હેઠળના તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા
 • તમામ નેશનલ મ્યુઝિયમની વસ્તુઓનું ડિજીટાઈઝેશન કરવા તરફ કાર્ય કરવું