Featured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

ADC બેન્ક મામલે રાહુલ અને સુરજેવાલાને અમદાવાદ કોર્ટનું સમન્સ

ADC બેંકે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા પર અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં દાખલ કર્યો બદનક્ષીનો કેસ

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા વિરુદ્ધ અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેન્ક (ADC) મામલે સમન્સ પાઠવીને તેમને 27 મે એ કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ કર્યો છે.

ADC બેન્કે આ બંને પર માનહાનીનો દાવો કર્યો છે કારણકે રાહુલ ગાંધી અને સુરજેવાલા બંનેએ એવો ખોટો આરોપ કર્યો હતો કે ADC બેન્કના અધ્યક્ષ હોવાને નાતે અમિત શાહે માત્ર પાંચ દિવસમાં નોટબંધીના દિવસો દરમ્યાન 750 કરોડના મૂલ્યની રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો બદલી આપી હતી.

આ આરોપ વિરુદ્ધ ADC બેન્ક કોર્ટમાં ગઈ હતી અને કોર્ટે બંનેને આગલી સુનાવણીએ એટલેકે 27 મે એ હાજર રહેવાનો આદેશ આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસના જજ એસ કે ગઢવીએ મામલામાં પ્રથમદર્શી રીતે માનહાની થઇ હોવાનું માન્યું છે.